For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાના દર્દીઓનો હોસ્પિટલોમાં જાનવરોથી પણ બદતર ઈલાજ થઈ રહ્યો છેઃ SC

કોરોના સંક્રમિત લોકોનો જે રીતે હોસ્પિટલમાં દર્દીઓનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે તે વિશે સુપ્રીમ કોર્ટે વાંધો દર્શાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસથી દેશમાં લાખો લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે જ્યારે હજારો લોકોના મોત થઈ ચૂક્યા છે. કોરોના સંક્રમિત લોકોનો જે રીતે હોસ્પિટલમાં દર્દીઓનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે તે વિશે સુપ્રીમ કોર્ટે વાંધો દર્શાવ્યો છે. દેશની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓનો જે રીતે ઈલાજ થઈ રહ્યો છે તે વિશે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરીને કહ્યુ કે દર્દીઓનો ઈલાજ જાનવરોથી પણ બદતર રીતે થઈ રહ્યો છે. દિલ્લી, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળમાં દર્દીઓના બદતર ઈલાજનો સુપ્રીમ કોર્ટે જાણવાજોગ લીધી છે અને હોસ્પિટલોની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે.

sc

તમને જણાવી દઈએ કે જલગાંવની સિવિલ હોસ્પિટલમાં એક વૃદ્ધ મહિલા કે જે કોરોના વાયરસથી સંક્રમિત હતી તેનુ હોસ્પિટલમાં નિધન થઈ ગયુ. ચોંકાવનારી વાત એ છે કે મહિલાનુ શબ શૌચાલયમાં ઘણા દિવસો સુધી પડી રહ્યુ પરંતુ કોઈને આની જાણ નહોતી. આ બાબતે જ્યારે એક દર્દીએ ફરિયાદ કરી કે શૌચાલયની અંદર દરવાજો બંધ છે અને વાસ આવી રહી છે ત્યારબાદ મહિલાના શબને બહાર કાઢવામાં આવ્યુ. એટલુ જ નહિ આ જ હોસ્પિટલમાં યુવક પોતાની માને હોસ્પિટલના આઈસીયુમાં ભરતી કરાવવા માટે બેડની રાહ જોતો રહ્યો પરંતુ તેને બેડ મળ્યો નહિ, જેના કારણે મહિલાનુ મોત થઈ ગયુ.

એટલુ જ નહિ દિલ્લીના એલએનજેપી હોસ્પિટલમાં કોરોના વૉર્ડમાં લોકોના શબ પડ્યા હોવાના રિપોર્ટ સામે આવ્યા હતા ત્યારબાદ હોસ્પિટલની અંદર કોરોના દર્દીઓ સાથે થઈ રહેલ વર્તનની હકીકત સામે આવી હતી. આ તમામ ઘટનાઓનુ સ્વગત સંજ્ઞાન લઈને સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી અને કહ્યુ કે કોરોના દર્દીઓનો ઈલાજ હોસ્પિટલોમાં જાનવરોથી પણ બદતર થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના વાયરસના દર્દીઓની કુલ સંખ્યા 297535 થઈ ગઈ છે. આમાંથી 10,956 દર્દી છેલ્લા માત્ર 24 કલાકમાં જ સામે આવ્યા છે. દેશના અલગ અલગ રાજ્યોમાં કોરોના વાયરસના 147195 દર્દી અત્યાર સુધીમાં રિકવર થઈ ચૂક્યા છે અને હાલમાં સક્રિય કેસ 141842 છે.

Video: લાઈવ ડિબેટમાં સંબિત પાત્રાને કહ્યુ, 'મોઢુ બંધ કરો નહિતર પંખે ઉંધા લટકાવી દઈશ'Video: લાઈવ ડિબેટમાં સંબિત પાત્રાને કહ્યુ, 'મોઢુ બંધ કરો નહિતર પંખે ઉંધા લટકાવી દઈશ'

English summary
Coronavirus patients are treated in hospital worst than animal: SC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X