For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 12000ને પાર, 170 શહેર કોવિડ-19 રેડ ઝોનમાં

ભારતમાં કોરોના વાયરસ દર્દીઓની સંખ્યા 12000ને પાર થઈ ગઈ છે. કોરોના સંક્રમણથી મરનાર લોકોની સંખ્યા 400ના આંકડાને પાર કરી ચૂકી છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં કોરોના વાયરસ દર્દીઓની સંખ્યા 12000ને પાર થઈ ગઈ છે. કોરોના સંક્રમણથી મરનાર લોકોની સંખ્યા 400ના આંકડાને પાર કરી ચૂકી છે. સરકાર સંક્રમણને રોકવાની દરેક સંભવ કોશિશ કરી રહી છે. કોરોના સંક્રમિત વિસ્તારોને હૉટસ્પૉટ બનાવીને તેમને સંપૂર્ણપણે સીલ કરવામાં આવી રહ્યા છે. દેશભરને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. વળી, કેન્દ્ર સરકારે દેશભરના 170 શહેરોને હૉટસ્પૉટના રેડ ઝોનમાં શામેલ કર્યા છે.

corona

આરોગ્ય મંત્રાલયે કોરોના સંક્રમણને રોકવા માટે રણનીતિ તૈયાર કરી છે જે હેઠળ આખા દેશને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. આ ત્રણમાં પહેલો ઝોન હૉટસ્પૉટ, બીજો નૉન હૉટસ્પૉટ અને ત્રીજો એ જિલ્લા છે જ્યાં અત્યાર સુધી કોરોના સંક્મણના કોઈ પણ કેસ મળ્યા નથી. કોરોના સંક્રમણની ગતિ ધીમી કરવા અને તેને આ વિસ્તારોમાં રોકીને ખતમ કરવા માટે આરોગ્ય મંત્રાલયની ટીમ ઘણી એજન્સીઓ સાથે કૉઑર્ડિનેટ કરીને કામ કરી રહી છે.

બુધવારે સાંજે કેન્દ્ર સરકારે દેશના 170 જિલ્લાઓની યાદી જાહેર કરી. આ જિલ્લાઓને કોરોના હૉટસ્પૉટ તરીકે ઓળખવામાં આવ્યા છે અને તેને રેડ ઝોનમાં રાખવામાં આવ્યા છે. આ 170 જિલ્લાઓમાં દેશના મોટાભાગના મોટા શહેર અને મહાનગર શામેલ છે. આ જિલ્લાઓને રેડ ઝોનમાં રાખવામાં આવ્યા છે કારણકે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે અહીં મોટી સંખ્યામાં મહામારી ફેલાઈ શકે છે. આ રેડ ઝોનમાં રાજધાની દિલ્લાના બધા 9 જિલ્લા શામેલ છે. આ ઉપરાંતમુંબઈ, કોલકત્તા, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નઈ, જયપુર અને આગ્રા જેવા શહેરો શામેલ છે.

આ રેડ ઝોનમાં એ શહેરોને રાખવામાં આવ્યા છે જ્યાં 80 ટકા કોરોના વાયરસના કે સામે આવ્યા છે અથવા કોરોના સંક્રમણ ચાર દિવસથી પણ ઓછા સમયમાં બમણુ થયુ છે. તમને જણાવી દઈએ કે દેશના ચાર રાજ્યોમાં કોરોના દર્દીઓની સંખ્યા એખ હજારને પાર થઈ ચૂકી છે. સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રમાં છે જ્યાં દર્દીઓની સંખ્યા 2687થી વધુ થઈ ચૂકી છે. લેટેસ્ટ આંકડાઓ મુજબ ભારતમાં કોરોના વાયરસના કેસ 12 હજારને પાર કરી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ Lockdown-2 માટે સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી, જાણો શું ખુલશે- શું બંધ રહેશેઆ પણ વાંચોઃ Lockdown-2 માટે સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી, જાણો શું ખુલશે- શું બંધ રહેશે

English summary
Coronavirus Update in India: Union Health Ministry classifies 170 hotspot districts in Red Zone, 12000 Coronavirus patients
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X