For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જોખમ વધ્યુ! 24 કલાકમાં કોરોનાના 7189 નવા દર્દી, ઓમિક્રૉનના કેસ વધીને થયા 415

દેશમાં કોરોના વાયરસા કેસોમાં એક વાર ફરીથી વધારો જોવા મળી રહ્યો છે. જાણો લેટેસ્ટ આંકડા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસા કેસોમાં એક વાર ફરીથી વધારો જોવા મળી રહ્યો છે. શનિવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ છે કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના 7189 નવા કેસ આવ્યા અને 387 લોકોના કોરોનાથી મોત થયા. વળી, દેશમાં ઓમિક્રૉનના કેસોની સંખ્યા વધીને 415 થઈ ગઈ છે.

coronavirus

છેલ્લા 24 કલાકમાં મળેલા 7189 નવા દર્દી બાદ દેશમાં કોરોનાના કુલ કેસ 3,47,79,815 થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 7286 દર્દી રિકવર થયા છે જે બાદ કુલ રિકવરી 3,42,23,263 થઈ ગઈ છે. દેશમાં અત્યારે કોરોનાના સક્રિય કેસ 77,032 છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી કુલ 4,79,520 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. વેક્સીનેશનના આંકડાની વાત કરીએ તો દેશમાં ચાલી રહેલ રસીકરણ અભિયાન હેઠઠળ 1,41,26,404 લોકોને વેક્સીનનો કમસે કમ એક ડોઝ લગાવવામાં આવી ચૂક્યો છે.

દેશમાં ઓમિક્રૉન ફેલાઈ રહ્યો છે

દેશમાં ઓમિક્રૉનના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શનિવાર સુધી ઓમિક્ર઼નના કુલ કેસોની સંખ્યા વધીને 415 થઈ ગઈ છે. મહારાષ્ટ્ર અને દિલ્લીમાં ઓમિક્રૉનનના સૌથી વધુ કેસ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 108 અને દિલ્લીમાં ઓમિક્રૉનના 79 કેસ છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ છે કે ઓમિક્ર઼નના કુલ 415 દર્દીઓમાંથી 115 અત્યાર સુધી રિકવર થઈ ચૂક્યા છે.

કેન્દ્રએ રાજ્યોને સાવચેત રહેવા માટે કહ્યુ

દેશમાં કોરોનાના ઓમિક્રૉન વેરિઅંટના વધતા જોખમને લઈને કેન્દ્ર સરકારે પણ બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાવચેતી રાખીને નવા કેસો પર નજર રાખવા માટે કહ્યુ છે. કેન્દ્ર સરકારે બધા રાજ્યોને જરુરી સાવચેતીઓ રાખવા અને રસીકરણ અભિયાન પર ધ્યાન આપવા માટે કહ્યુ છે. કેન્દ્રએ રાજ્યોને સલાહ આપી છે કે તે બાકી રહી ગયેલ પહેલા અને બીજા ડોઝના પાત્ર લાભાર્થીઓને વહેલી તકે 100 ટકા કવરેજ સુનિશ્ચિત કરે.

જાહેર કરવામાં આવી નવી ગાઈડલાઈન

ભારતમાં કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ભારતમાં ઓમિક્રૉનના કુલ કેસ 415 સુધી પહોંચી ગયા છે. જેને જોઈને દેશના ઘણા રાજ્યોએ ઓમિક્રૉનને લઈને નવા વર્ષની ઉજવણી મનાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. રાજધાની દિલ્લી, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ક્રિસમક અને નવા વર્ષની ઉજવણી પહેલા કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. આ રાજ્યોમાં નાઈટ કર્ફ્યુ સાથે-સાથે ન્યૂ યર પાર્ટી પણ બેન કરવામાં આવી છે. ઘણા રાજ્યોએ ઓમિક્રૉનના જોખમને જોતા નવી ગાઈડલાઈન જાહેર કરી છે.

English summary
Coronavirus Update: New 7189 Covid-19 cases in last 24 hrs and Omicron cases increase to 415.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X