For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Covid-19: છેલ્લા 24 કલાકમાં દેશમાં સામે આવ્યા 9216 કોરોનાના નવા કેસ, જાણો લેટેસ્ટ સ્થિતિ

કોરોનાના નવા વેરિઅંટ ઓમિક્રૉનને લઈને દેશમાં ડરનો માહોલ પેદા થઈ ગયુ છે. જાણો લેટેસ્ટ આંકડા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોનાના નવા વેરિઅંટ ઓમિક્રૉનને લઈને દેશમાં ડરનો માહોલ પેદા થઈ ગયુ છે. વળી, દેશમાં છેલ્લા 24 કલાકમાં 9216 નવા કોવિડના કેસ સામે આવ્યા છે અને હાલમાં દેશમાં સક્રિય કેસોનો આંકડો 99,976 સુધી પહોંચી ગયો છે જ્યારે 8612 લોકો કોરોનાથી રિકવર થયા છે. શુક્રવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ હાલમાં દેશમાં રિકવરી રેટ 98.35 ટકા છે અને દૈનિક પૉઝિટિવિટી રેટ 0.80 ટકા છે જ્યારે સાપ્તાહિક પૉઝિટિવિટી રેટ 0.84 ટકા છે અને અત્યાર સુધી કુલ 125.75 કરોડ વેક્સીનેશન થઈ ચૂક્યુ છે.

corona

જ્યાં એક તરફ કોરોના કેસોમાં કમી જોવા મળી રહી છે ત્યાં બીજી તરફ કોરોનાના નવા વેરિઅંટ ઓમિક્રૉનના બે કેસ કર્ણાટકમાં જોવા મળ્યા છે. જેમાંથી એક ભારતીય નાગરિક છે અને બીજો વ્યક્તિ દક્ષિણ આફ્રિકાનો છે. આ વિશે ફોર્ટિસ એસ્કૉટર્સ હાર્ટ ઈન્સ્ટીટ્યુટના કાર્યકારી નિર્દેશક ડૉ. અશોક સેઠે કહ્યુ કે ઓમિક્રૉનમાં બહુ વધુ મ્યુટેશન છે. હજુ જાણવા મળ્યુ નથી કે તે કોવિડના બંને ડોઝ લાગેલા લોકોને પ્રભાવિત કરે છે કે નહિ. માટે બધાએ સાવચેત રહેવાની જરૂર છે.

બાઈડેને જાહેર કરી નવી ગાઈડલાઈન

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ ઓમિક્રૉનને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. બાઈડેને કહ્યુ કે જે વિદેશી યાત્રી અમેરિકા આવી રહ્યા છે તેમને કોરોનાનો ટેસ્ટ યાત્રાના દિવસે કરાવવો અનિવાર્ય રહેશે. પછી ભલે તે કોઈ પણ દેશના હોય, તેમને વેક્સીનના બંને ડોઝ લાગી ચૂક્યા હોય.

બંગાળમાં કોરોના વાયરસના 657 નવા કેસ આવ્યા સામે

જો રાજ્યોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસના 657 નવા કેસ સામે આવ્યા, 667 ડિસ્ચાર્જ થયા અને 12 લકોના કોરોનાથી મોત થયા. જ્યારે આસામમાં કોરોનાના 124 નવા કેસ સામે આવ્યા છે અને કોરોનાથી 3 લોકોના મોત થયા છે જ્યારે તમિલનાડુમાં આજે કોરોના વાયરસના 715 નવા કેસ સામે આવ્યા અને 12 લોકોના કોરોનાથી મોત થયા.

નાનકડી બેદરકારી બની શકે છે મુસીબત

દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો એ રાહતની વાત છે પરંતુ હજુ પણ કોવિડ દેશમાંથી ખતમ નથી થયો માટે બધાએ કોરોના પ્રોટોકૉલનુ પાલન કરવુ ખૂબ જરૂરી છે કારણકે નાનકડી બેદરકારી મુસીબત બની શકે છે.

English summary
Coronavirus Update: New 9216 Covid-19 patients and 99,976 active cases in last 24 hrs in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X