ભ્રષ્ટ UPA શિયાળુ સત્ર પહેલાં ધરાશયી શઇ જશે: સુષ્મા સ્વરાજ

ધરતી, આકાશ અને પાતાળમાં ભષ્ટ્રાચાર એમ ત્રણેય લોકમાં ભષ્ટ્રાચાર કરનારી યૂપીએ સરકાર શીયાળુ સત્ર પણ પુરૂ કરે શકશે નહી. માટે દેશમાં યોજાનારી વચગાળાની ચૂંટણી માટે તૈયાર રહેવું પડશે.
સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે રાષ્ટ્રમંડળ રમત કૌંભાડ, આકાશમાં 2જી સ્પેક્ટ્રમ કૌંભાડ અને જમીનમાં કોલસા કૌંભાડ કર્યું છે માટે પ્રજા ક્યારેય તેને માફ કરશે નહી. એફડીઆઇના મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે દેશને લૂંટ્યા બાદ સરકાર હવે દેશને વિદેશીઓને વેચવાની તૈયારી કરી રહી છે.
યૂપીએએ એફડીઆઇના મુદ્દે ક્યારેય રાજકીય દળોની સલાહ માંગી નથી. ફક્ત સરમુખત્યારશાહી જેવું વર્તન કર્યું છે. સરકાર પ્રજાનો વિશ્વાસ અને સદનમાં વોટોને ગુમાવી ચૂકી છે. માટે નિશ્વિત છે કે સરકાર સંસદના શિયાળુ સત્ર પણ ચલાવી શકશે નહી અને ધરાશયી થઇ જશે.












Click it and Unblock the Notifications
