For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે સલમાન ખુર્શીદ ફસાયા ભ્રષ્ટાચારના ભરડામાં

By Super
|
Google Oneindia Gujarati News

salman khurshid
નવીદિલ્હી, 11 ઑક્ટોબરઃ એક ન્યૂઝ ચેનલ દ્વારા કરવામાં આવેલા સ્ટિંગના કારણે કોંગ્રેસ ફરી એક વિવાદમાં સપડાઇ છે. સ્ટિંગમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, કેન્દ્રીય કાયદામંત્રી સલમાન ખુર્શીદના ટ્રસ્ટ દ્વારા વિક્લાંગોના ફંડના નામે કરોડોનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.

ઝાકીર હુસૈન મેમોરિયલ ટ્રસ્ટ નામના ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન રાજધાની દિલ્હીના જામિયા નગર વિસ્તારમાં ખુર્શીદના નિવાસસ્થાનના નામે છે અને તેમના પત્ની લુઇસ ખુર્શીદ તેના ચીફ પ્રોજેક્ટ ડિરેક્ટર છે. આ ટ્રસ્ટ એનજીઓ તરીકે રજીસ્ટ્રર્ડ છે અને જે વિવિધ મંત્રાલયમાંથી ફંડ એકત્ર કરે છે.

ચેનલે જણાવ્યા પ્રમાણે વિક્લાંગ લોકોની સહાયતા માટે વ્હીલ ચેર અને સાંભળવાની મશીન સહિતના અન્ય સાધનો ખરીદવા માટે ખોટા સહી-સિક્કા અને સ્ટેમ્પ પેપર તૈયાર કરવામાં આવ્યાં. જેના આધારે આ સાધનોની ખરીદી કરવામાં આવી છે તે દર્શાવવામાં તો આવ્યું પરંતુ ખરા અર્થ આવા ઉપકરણો ક્યારેય ખરીદવામાં આવ્યાં નહોતા.

આ ટ્રસ્ટના માધ્યમથી યુપીના 17 જિલ્લાઓમાં વિક્લાંગ કલ્યાણ શિબિર યોજવાનો દાવો કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાઓના વિક્લાંગોને ટ્રાઇસિકલ અને સાંભળવાની મશીન સહિતના સાધનો આપવામાં આવ્યા હતા. આ દાવાઓ સામે ફર્રુખાબાદ, મૈનપુરી, ઇટાવા અને બુલંદશહેર સહિતના 13 જિલ્લાના કલ્યાણ અધિકારીઓ દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યાં છે.

આ મામલે કોંગ્રેસ દ્વારા કોઇ ટિપ્પણી કરવામાં આવી રહી નથી. જ્યારે ભાજપ દ્વારા આ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગી કરી રહ્યું છે. ભાજપનું કહેવું છે કે, આમાં સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યું છે.

English summary
news channel alleged that Salman Khurshid's trust indulged in corrupt activities to corner funds meant for the physically challenged.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X