For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીની પ્રથમ કસોટી ગુજરાતમાં

By Kanhaiya
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 16 નવેમ્બર. ચાલો ભાઈ. રાહુલ ગાંધીના હાથોમાં સોંપાઈ જ ગઈ કોંગ્રેસની નાવડી. ડોઢ વરસથી ઓછો સમય અપાયો છે આ મહાશયને પોતાની યોગ્યતા સાબિત કરવા માટે. એમ જોઇએ તો રાહુલ ગાંધી પાસે એટલો સમય પણ નથી. તેમની પાસે એક માસથી પણ ઓછો સમય છે. એમ તો બંને જ અવધિઓમાં તેમનો મુકાબલો તો એક જ વ્યક્તિ સાથે છે અને તે છે નરેન્દ્ર મોદી. એકની પાસે છે પારિવારિક વારસો, તો બીજા પાસે છે રાજકીય વારસો. હા, રાહુલ ઇચ્છે, તો મોદી રૂપી પડકાર ગુજરાતમાં જ સમાપ્ત કરી શકે છે. જો મોદીને રાહુલ ગુજરાતમાં જ રોકી લે, તો તેઓ 2014માં મોદી રૂપી પડકારથી બચી શકે છે.

Rahul-Modi

હા જી. અમારો ઇશારો બિલ્કુલ ગુજરાત વિધાનસભા ચુંટણી 2012 તરફ છે. રાહુલ ગાંધીને એમ તો કોંગ્રેસે લોકસભા ચુંટણી 2014 માટેની સંકલન સમિતિની કમાન સોંપી છે, પરંતુ આ કમાનની ડોરી ગુજરાત સાથે આપોઆપ જ જોડાઈ ગઈ છે. રાહુલ ગાંધી સમક્ષ એમ તો લક્ષ્ય 2014નો છે, પરંતુ આ અગાઉ તેમની સમક્ષ લક્ષ્ય 2012 હાસલ કરવાનો પડકાર છે.

નેતૃત્વની કસોટી
સીધી વાત છે કે રાહુલ ગાંધી કોંગ્રેસની લોકસભા ચુંટણી સંકલન સમિતિના પ્રમુખ બન્યાં છે અને એવામાં તેમની લોકપ્રિયતા કે સ્વીકાર્યતાની ક્ષણે-ક્ષણે અને દરેક રાજ્યમાં પરીક્ષા થવાની છે. રાહુલે પ્રથમ પરીક્ષા ગુજરાતમાં જ આપવાની છે. જોકે સૌ જાણે છે કે એવી કોઈ સમિતિના પ્રમુખ બન્યા વગર પણ રાહુલનું નેતૃત્વ સામાન્ય રીતે કસોટીએ જ રહે છે, કારણ કે 2004માં વડાપ્રધાન પદ કથિત રૂપે ઠુકરાવી ચુકેલાં સોનિયા ગાંધી કદાચ હવે દેશના વડાપ્રધાન નહિં જ બને અને કમ સે કમ કોંગ્રેસ પાર્ટી તો હવે આગામી વડાપ્રધાન તરીકે રાહુલને જ જુએ છે. એવામાં રાહુલ સતત કસોટીએ છે અને રહેશે, તેમાં કોઈ શંકા નથી. વગર કોઈ પદ વાળી કસોટીમાં તેઓ ફેલ થયા હતાં. ઉત્તર પ્રદેશ ચુંટણી ક્યાં કોઈ ભુલ્યું છે.

ગુજરાતની સીધી અસર

હવે તો રાહુલ પાસે કાંગ્રેસ લોકસભા ચુંટણી સંકલન સમિતિના પ્રમુખ પદની કમાન છે. આ કમાનની ડોરી આપોઆપ જ ગુજરાત સાથે એટલા માટે બંધાઈ ગઈ છે, કારણ કે ગુજરાતમાં આગામી 13મી અને 17મી ડિસેમ્બરે વિધાનસભા ચુંટણી છે અને લક્ષ્ય 2014માં રાહુલ સમક્ષ જે પડકાર આવનાર છે, તે પણ ગુજરાતમાંથી જ આવનાર છે. જો આ સમિતિમાં ગુજરાત કોંગ્રેસના બે નેતાઓનો સમાવેશ કરાયો છે, તો તેની પાછળ કોંગ્રેસની ચોક્કસ રણનીતિ એ જ છે કે ગુજરાતમાં વિધાનસભા ચુંટણીઓ છે અને કોંગ્રેસ પણ જાણે છે કે ભલે તે ગુજરાતના પરિણામોને રાહુલના નેતૃત્વ સાથે જોડે કે ના જોડે, પરંતુ પરિણામ આપોઆપ રાહુલ સાથે જોડાયાં વિના નહિં રહે.

મોદીની આંધી વર્સિસ રાહુલ ગાંધી

રાહુલ સમક્ષ 2014માં સૌથી મજબૂત પડકાર તરીકે નરેન્દ્ર મોદી જ ઊભા થનાર છે. લોકસભા ચુંટણી 2014માં કોંગ્રેસ તરફથી રાહુલનું નામ નક્કી થતાં એટલું તો સ્પષ્ટ છે કે ચુંટણીના મેદાને એક તરફનો નેતા નક્કી થઈ ચુક્યો છે. વાત છે બીજા પક્ષના નેતા એટલે કે ભાજપના નેતાની. એમ તો ભાજપમાં નામો તો અનેક લેવાય છે, પરંતુ સૌની નજર ગુજરાત ચુંટણીઓ પર છે. મોદી જો અહીં વિજય મેળવે, તો એ વાત નક્કી છે કે મોદી ભાજપ તરફથી વડાપ્રધાન પદના દાવેદારોમાં સૌથી ટોચે આવી જશે. એમ પણ મોદી કોઈ પદને યોગ્ય બનવા માટે પક્ષના મોહતાજ નથી રહેતાં. તેઓ સામાન્ય રીતે કહે તો છે કે પક્ષ જે કહેશે, તે જ કરશે, પરંતુ તેમની કાર્યશૈલી પ્રજાભિમુખ છે. તેઓ જાણે છે કે લોકશાહીમાં પ્રજા જ સર્વોપરિ હોય છે. જો ગુજરાતની પ્રજાએ મહોર મારી, તો પછી પક્ષ પણ તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરવા મજબૂર થઈ જશે. જ્યાં સુધી દેશનો સવાલ છે, તો મોટાભાગના સર્વેક્ષણોમાં મોદીને દેશના સર્વશ્રેષ્ઠ નેતા તરીકે પસંદ કરવામાં આવી રહ્યાં છે.

એક માસથી ઓછો સમય

હવે આ તમામ પરિસ્થિતિઓમાં રાહુલ ગાંધી સમક્ષ મોદી તરીકે ગુજરાતમાંથી ઊભી થનાર આંધી ગુજરાતમાં જ રોકવાનો સૌથી મોટો પડકાર છે. જો રાહુલ આ આંધી રોકવામાં સફળ નિવળ્યાં, તો પછી તેમના માટે લક્ષ્ય 2014 થોડોક સરળ થઈ જશે. જોકે મોદી ઉપરાંત પણ રાહુલ સમક્ષ પડકારો ઓછાં નથી, પરંતુ આ તમામ પડકારો જેમ કે અખિલેશ યાદવ, કરુણાનિધિ, મમતા બૅનર્જી કે આ પ્રકારના ક્ષેત્રીય નેતાઓ માત્ર પોતાના રાજ્યો સુધી જ પડકાર છે. તેમનાથી તો રાહુલ ગઠબંધનનું રાજકારણ રમી નિપટી લેશે. એવામાં મોદીને સાધવા અને મ્હાત આપવા રાહુલ પાસે એક માસ કરતાં પણ ઓછો સમય છે.

English summary
Could Rahul Gandhi stop Narendra Modi's cyclone in Gujarat?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X