For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PSLV-C50 Mission: કાઉન્ટડાઉન શરૂ, ISRO આજે લૉન્ચ કરશે સેટેલાઈટ CMS-01

PSLV-C50 Mission: કાઉન્ટડાઉન શરૂ, ISRO આજે લૉન્ચ કરશે સેટેલાઈટ CMS-01

|
Google Oneindia Gujarati News

PSLV-C50 Mission: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) ગુરુવારે એટલે કે આજે ટેક્નોલોજી ક્ષેત્રમાં એક નવી ઉંચાઈ હાંસલ કરવા જઈ રહ્યું છે. ઈસરો આજે ધ્રુવીય ગ્રહ પ્રક્ષેપણ વાહન (PSLV)-C50 મારફતે CMS-01 સેટેલાઈટ લૉન્ચ કરશે. CMS-01 એક કોમ્યુનિકેશન એટલે કે સંચાર સેટેલાઈટ છે. આના માટે બુધવારે બપોરે 2.41 વાગ્યેથી 25 કલાકનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. સેટેલાઈટને આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી લૉન્ચ કરવામાં આવશે.

isro

ઈસરોએ કહ્યું કે, 'PSLV-CMS-01 Mission'ના લૉન્ચ માટે બુધવારે 14.41 વાગ્યેથી સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર શ્રી હરિકોટામાં કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. CMS-01 અંતરિક્ષ એજન્સીની 42મો કોમ્યુનિકેશન સેટેલાઈટ છે. આ કોમ્યુનિકેશન સેટેલાઈટ પ્રીક્વેન્સી સ્પેક્ટ્રમના એક્સટેંડેડ-સી બેંડમાં સેવા ઉપલબ્ધ કરાવશે, જેના વિસ્તારમાં ભારતનો પ્રમુખ ભાગ, અંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ સમૂહ આવશે. PSLV-C50 પીએસએલવીના XL કન્ફિગરેશનની 22મી ઉડાણ હશે. આજનું લૉન્ચ ચેન્નઈથી 120 કિમી દૂરી પર શ્રીહરિકોટાથી 77મું લૉન્ચ વ્હિકલ મિશન હશે.

અગાઉ ઈસરોએ 7 નવેમ્બરે PSLV-C49 (EOS-01) અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ અને 9 કસ્ટમર સેટેલાઈટ લૉન્ચ કર્યા હતા. જે કોવિડ 19 મહામારી વચ્ચે ઈસરોનું પહેલું મિશન હતું. આજનું લૉન્ચ ઈસરોનું 2020નું અંતિમ લૉન્ચ હશે. આ લૉન્ચ આજે બપોરે 3 વાગીને 41 મિનિટ પર થશે. જો કે આ અસ્થાયી સમય છે અને લૉન્ચ મોસમની પરિસ્થિતિઓ પર નિર્ભર કરશે.

આગલા 6 મહિનામાં તૂટી શકે છે કોરોના સંક્રમણની ચેઈન, AIIMSના ડાયરેક્ટરે આપ્યા રાહતના સમાચારઆગલા 6 મહિનામાં તૂટી શકે છે કોરોના સંક્રમણની ચેઈન, AIIMSના ડાયરેક્ટરે આપ્યા રાહતના સમાચાર

English summary
Countdown begun for PSLV-C50 Mission, learn Launch Date, time and purpose
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X