For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભૂલથી ખાતામાં આવી ગયેલ 40 લાખ ખર્ચ કરી નાખ્યા પછી થયા આવા હાલ

ભૂલથી ખાતામાં આવી ગયેલ 40 લાખ ખર્ચ કરી નાખ્યા પછી થયા આવા હાલ

|
Google Oneindia Gujarati News

તિરુપુરઃ એક શક્સના બેંક અકાઉન્ટમાં ભૂલથી 40 લાખ રૂપિયા આવી ગયા. એકસાથે આટલા બધા રૂપિયા આવવા છતાં આ શખ્સે જાણવાની કોશિશ ન કરી કે આખરે આ રૂપિયા આવ્યા ક્યાંથી? આ પૈસાને લઈ તેણે ન તો બેંકનો સંપર્ક કર્યો કે ન કોઈ તપાસ કરી. તેને બદલે તેણે પોતાની પત્ની સાથે મળી આ પૈસા ખર્ચ કરવા શરૂ કરી દીધા. ટીઓઆઈના અહેવાલ મુજબ ખાતામાં ભૂલથી 40 લાખ રૂપિયામાં તેણે પ્રોપર્ટી ખરીદી, પોતાની દીકરીના લગ્ન કરાવ્યાં. એટલું જ નહિ આવા જ અન્ય કેટલાય કામ તેણે આ પૈસાથી કર્યા. જો કે, હવે આ મામલામાં કપલની મુશ્કેલી વધી ગઈ છે. પૈસા પરત ન કરવા પર હવે કોર્ટે તેમને 3 વર્ષ માટે જેલ મોકલી દીધા છે.

2012માં LIC એજન્ટના ખાતામાં આવ્યા હતા 40 લાખ

2012માં LIC એજન્ટના ખાતામાં આવ્યા હતા 40 લાખ

સમગ્ર મામલો વર્ષ 2012નો છે, જ્યારે તમિલનાડૂના તિરુપુરમાં રહેતા એલઆઈસી એજન્ડ વી ગુનસેકરનના ખાતામાં અચાનક 40 લાખ રૂપિયા આવી ગયા. ટીઓઆઈના અહેવાલ મુજબ ગુનસેકરને આ પૈસાની કોઈપણ તપાસ કર્યા વિના ખર્ચ કરી દીધા. જણાવવામાં આવી રહ્યું છે કે જે પૈા તેના અકાઉન્ટમાં આવ્યા હતા તે સાંસદ અને ધારાસભ્ય નિધિ અંતર્ગત લોક નિર્માણ વિભાગને મોકલવાના હતા. જો કે, અધિકારીઓની ભૂલને પગલે ડિમાન્ડ ડ્રાફ્ટમાં ગુનસેકરનો અકાઉન્ટ નંબર નાખી દીધો હતો, જેનાથી તેના ખાતામાં પૈસા ચાલ્યા ગયા.

કપલે બધા રૂપિયા ખર્ચી કાઢ્યા

કપલે બધા રૂપિયા ખર્ચી કાઢ્યા

આ દરમિયાન ખાતમાં પૈસા આવ્યા બાદ ગુનસેકરને તે પૈસા અંગે કોઈ જાણકારી ન મેળવી. તેણે રૂપિયા ખર્ચવા શરૂ કરી દીધી. જ્યારે બેંક અધિકારીઓને આ વાતની જાણકારી મળી કે પૈસા ખોટા ખાતામાં ચાલ્યા ગયા છે તો તેમણે આ અંગે તપાસ શરૂ કરી તો માલૂમ પડ્યું કે રૂપિયા ટ્રાન્સફર થયાના થોડા દિવસોમાં જ ખર્ચ થઈ ગયા. સમગ્ર મામલામાં પૈસા ગુનસેકરનને પૈસા પરત કરવાની વાત કહેવામાં આવી, પરંતુ તે નિષ્ફળ રહ્યો. કેટલીયવાર કહેવા બાદ પણ જ્યારે ગુનસેકરને પૈસા પરત ન કર્યા તો તેની વિરુદ્ધ 2015માં આસિસ્ટેન્ટ જનરલ મેનેજર નરસિમ્હા ગિરીએ તિરુપુર સિટીની સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી દીધી છે.

40 લાખ પરત ન કરવા પર પતિ-પત્નીને જેલ મોકલ્યા

40 લાખ પરત ન કરવા પર પતિ-પત્નીને જેલ મોકલ્યા

સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગુનસેકરન અને તેની પતની વિરુદ્ધ આઈપીસીની કલમ 403 અને 120બી સહિત કેટલીય કલમો અંતર્ગત કેસ નોંધ્યો છે. આ મામલે તિરુપુર મેજિસ્ટ્રેટ કોર્ટમાં પેશી પહેલા દંપત્તિએ આગોતરા જામીન લઈ લીધા. ફરિયાદી પક્ષના વકીલ ઈબ્રાહિમ રાજાએ જણાવ્યું કે ગુરસેકરને એક સોગંધનામું દાખલ કર્યું હતું. જેમાં તેમણે પૈસા પાછા લેવાની વાત કહી હતી, જો કે કેટલીયવાર નિર્દેશ આપવા છતાં તેણે પૈસા ન આપ્યા. આખરે ફરિયાદી પક્ષે મામલામાં કેસ સાબિત કરી દીધો, જે બાદ કોર્ટે આ દંપત્તિને ત્રણ વર્ષ માટે કોયમ્બતૂર સેન્ટ્રલ જેલ મોકલી આપ્યા.

રેલવે કર્મચારીઓને જલસા, 78 દિવસનું બોનસ મળશેરેલવે કર્મચારીઓને જલસા, 78 દિવસનું બોનસ મળશે

English summary
couple spent 40 lakh rupee mistakenly transferred in account, court punished 3 year jail
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X