For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના મહામારીમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પર બગડી અદાલતો

કોરોના મહામારીમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પર બગડી અદાલતો

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
લોકો હૉસ્પિટલમાં બૅડ્સ, ઑક્સિજન અને દવાઓ માટે ભટકી રહ્યા છે

દેશમાં કોરોનાના વધતા કેસ અને ઓક્સિજનની અછત, હૉસ્પિટલોમાં બેડ અને દવાની અછતના સમાચાર વચ્ચે અદાલતોએ કેન્દ્ર અને રાજ્યની સરકારો પર ફિટકાર વરસાવ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી આ ક્રમ સતત ચાલી રહ્યો છે.

કેટલાક સમાજસેવી સંગઠનોએ ઓક્સિજનની કમી, આઈસીયુ બેડ મેળવવામાં થતી મુશ્કેલી, દવા અને ઓક્સિજનની કાળાબજારીને લઈને પીઆઈએલ દાખલ કરી છે અને કેટલાક કિસ્સામાં તો હાઈકોર્ટે આ બાબતોમાં સ્વયંસંજ્ઞાન લઈને સરકારો પાસે જવાબ માગ્યો છે.


દિલ્હીમાં શું થયું?

https://twitter.com/PTI_News/status/1389551327865450497

દિલ્હી હાઈકોર્ટે તો કડક બની કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી અને પૂછ્યું કે દિલ્હીને પર્યાપ્ત ઓક્સિજન સપ્લાય કરવાના કોર્ટના આદેશનું પાલન કરવા નહીં કરવા માટે તેની વિરુદ્ધ કોર્ટની અવમાનનાનો કેસ કેમ દાખલ ન કરવો જોઈએ.

મંગળવારે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે સુપ્રીમ કોર્ટે પોતાના 30 એપ્રિલના આદેશમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દિલ્હીને 700 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાય કરાવે.

હાઈકોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટનો આદેશ તો છે જ પરંતુ જેમ બને તેમ કેન્દ્ર સરકાર દિલ્હીને 700 મેટ્રિક ટન ઓક્સિજન ઉપલબ્ધ કરાવે.


ગુજરાતમાં શું થયું?

https://www.youtube.com/watch?v=ZQJ6cTxV_Rg

ગુજરાત હાઈકોર્ટે તો એમ પણ કહી દીધું કે કોર્ટ એ વાતથી બહુ દુખી છે કે કોરોનાના કેસમાં સરકાર તેના આદેશોને પૂર્ણ રીતે અવગણી રહી છે.

કાયદાકીય મામલાઓની માહિતી આપતી વેબસાઇટ લાઇવ લૉ પ્રમાણે મંગળવારે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ ડી કારિયાની ખંડપીઠે કહ્યું, "અમે રાજ્ય સરકાર અને નિગમના વલણથી બહુ દુખી છીએ."

"આ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલા નિર્દેશોની પૂર્ણ રીતે અવહેલના કરવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ આદેશોથી, અમે રિયલ ટાઇમ અપડેટની વાત કરી રહ્યા છીએ પણ આજ સુધી રાજ્ય અથવા નિગમ દ્વારા કંઈ કરવામાં નથી આવ્યું."

અદાલતે અમદાવાદ નગર નિગમને આદેશ આપ્યો છે કે તે કોવિડ-19 હૉસ્પિટલોમાં વિભિન્ન શ્રેણીના બૅડ્સની ઉપલબ્ધતાનું રિયલ ટાઇમ અપડેટ આપવા માટે એક ઑનલાઇન ડૅશબોર્ડ પ્રસ્તુત કરે.


પટના હાઈકોર્ટે શું કહ્યું?

બિહારમાં વધતા કોરોના સંક્રમણ અને રાજ્ય સરકારની કાર્યશૈલીને લઈને પટના હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે.

શિવાની કૌશિક તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા અદાલતે પોતાની નારાજગી જાહેર કરતાં કહ્યું કે કોરોના સામે લડવામાં બિહાર સરકાર પૂર્ણરૂપે નિષ્ફળ પુરવાર થઈ છે. અદાલતે કહ્યું કે વ્યવસ્થા પૂર્ણરૂપે વેરવિખેર છે.

નિષ્ણાતો માને છે કે સોમવારે પ્રદેશની આરોગ્યવ્યવસ્થાને લઈને પટના હાઈકોર્ટે ફટકાર લગાવ્યા બાદ જ મંગળવારે રાજ્યમાં 15 મે સુધી લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું.

બિહારમાં કોરોનાના વધતા સંક્રમણ સામે જે રીતે આરોગ્ય તંત્ર ઘૂંટણીયે આવી ગયું છે, તેના પર નારાજગી વ્યક્ત કરતા હાઈકોર્ટે કહ્યું કે રાજ્યની વિભિન્ન હૉસ્પિટલોમાં સતત ઓક્સિજન સપ્લાયને લઈને કોઈ નક્કર ઍક્શન પ્લાન કેમ નથી બનાવવામાં આવ્યો.

હૉસ્પિટલોમાં બેડ્સ અને વૅન્ટિલેટરની કમી છે. ત્યારે કેન્દ્રીય કોટામાંથી દરરોજ મળનાર 194 મેટ્રિક ટન ઓક્સિજનની જગ્યાએ 160 મેટ્રિક ટન જ કેમ મળી રહ્યો છે. કોર્ટના નિર્દેશ છતાં ઈએસઆઈ હૉસ્પિટલ, બિહટા પૂર્ણ ક્ષમતા સાથે ચાલુ નથી કરી શકાઈ.

પટનાના વરિષ્ઠ પત્રકાર નીરજ સહાય પ્રમાણે મંગળવારના સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે સરકાર પાસે ડૉક્ટર, વૈજ્ઞાનિક, અધિકારીઓની કોઈ સલાહકાર સમિતિ પણ નથી જે પોતાના અનુભવી વિચાર આ મહામારી સામે લડવા માટે આપી શકે.

કોર્ટના આદેશની અવગણના અને દરરોજ સરેરાશ 12 હજાર ઍક્ટિવ કેસ મળવાથી નારાજ ખંડપીઠે ત્યાં સુધી કહી દીધું કે કાં તો સરકાર સારા નિર્ણય લે, નહીં તો કોર્ટે મોટો નિર્ણય લેવો પડશે.

https://twitter.com/bbcnewsgujarati/status/1388131353057796096

કોર્ટના નારાજગી ભરેલા નિર્દેશ પછી રાજ્ય સરકારે પાંચ સભ્યોવાળી ઍક્સપર્ટ એડ્વાઇઝરી કમિટીના ગઠનનો નિર્ણય કર્યો હતો. આ કમિટીના સભ્યોનાં નામ સોમવારે જ આપી દેવામાં આવ્યાં છે.

કોર્ટે આ અંગે સહમતી દર્શાવતા સરકારને આદેશ આપ્યો છે કે આ વિશિષ્ઠજનોના સૂચનોને વ્યવહારિકરૂપે જમીન પર ઉતારવા માટે સ્માર્ટ લોકસેવકોને પણ કમિટીમાં સામેલ કરવા જોઈએ.

કોર્ટે આના માટે ભારતીય પ્રશાસનિક સેવાના અધિકારી સંદીપ પૌંડ્રિકનું નામ પણ સૂચવ્યું હતું.


રાજસ્થાન હાઈકોર્ટ પણ ખફા

https://www.youtube.com/watch?v=ZFPV8pwRJVA&t=2s

રાજસ્થાન હાઈકોર્ટે પણ મંગળવારે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો કે હૉસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતાની માહિતી રિયલ ટાઇમ આપવામાં આવે.

અદાલતે કહ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ હૉસ્પિટલોને ઓક્સિજન અને અન્ય જરૂર દવાઓ યુદ્ધ સ્તર પર ઉપલબ્ધ કરાવે.

અદાલતે રાજ્ય સરકારને પણ કહ્યું તે હાલમાં બંધ પડેલા ઓક્સિજન પ્લાન્ટમાં ઓક્સિજન જનરેટ કરવા અંગે વિચારે જેને અત્યારે ચાલુ કરી શકાય.


કર્ણાટક સરકાર સામે અદાલતની લાલ આંખ

કોરોના દર્દી ખાટલા પર

કર્ણાટકની હાઈકોર્ટે કડકાઈથી કેન્દ્ર સરકારને કહ્યું છે કે રાજ્ય માટે ઓક્સિજનનો ક્વૉટા વધારવામાં આવે.

મંગળવારે રાજ્ય સરકાર તરફથી અદાલતે માહિતી આપી કે રાજ્યમાં હાલ દરરોજ 1692 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર છે અને કેન્દ્ર સરકારે તેનો ક્વૉટા 802થી વધારી 856 મેટ્રિક ટન કર્યો છે.

કાયદાકીય બાબતોની વેબસાઇટ બાર ઍન્ડ બૅન્ચ મુજબ મંગળવારે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ અભય શ્રીનિવાસે કેન્દ્ર સરકારના વકીલે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું, "તમે ઇચ્છો છો કે લોકો મરે? તમે એ જણાવો કે કર્ણાટકને મળનાર ઓક્સિજનનો ક્વૉટા ક્યારે વધારશો?"

https://twitter.com/barandbench/status/1389587839835275269

કેન્દ્ર સરકારના વકીલે કહ્યું કે તેઓ સરકાર સાથે વાત કર્યા વગર અદાલતની સામે કોઈ નિવેદન નહીં આપી શકે અને બુધવારે રાજ્યમાં ઓક્સિજનનો ક્વૉટા વધારવા અંગે કેન્દ્ર સરકાર સાથે વાત કરશે.

રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું કે તેમણે રેમડેસિવિર દવા પણ જરૂરિયાતના 50 ટકા જેટલી જ મળી રહી છે.


મહારાષ્ટ્રમાં શું થયું?

https://www.youtube.com/watch?v=X5UZleJkBeQ

બૉમ્બે હાઈકોર્ટે કહ્યું કે ચીફ જસ્ટિસ દીપાંકર દત્તાની આગેવાનીવાળી બૅન્ચ ઉનાળાની રજાઓ દરમિયાન કોરોના સાથે જોડાયેલી જનહિતની અરજીઓની સુનાવણી કરશે.

હાઈકોર્ટની ઉનાળાની રજાઓ તારીખ 10 મે 2021ના શરૂ થશે અને છ જૂન, 2021ના સમાપ્ત થશે.

આ દરમિયાન બૉમ્બે હાઈકોર્ટે મંગળવારે એક જનહિતની અરજી પર વિચાર કરવા માટે મંજૂર આપી હતી છે, જેમાં માગ કરવામાં આવી છે કે આઈપીએલ રદ કરી દેવામાં આવે. જોકે, અદાલત સુનાવણી કરી આદેશ આપે એ અગાઉ જ અનેક ખેલાડીઓનો રિપોર્ટ પૉઝિટિવ આવતા આઈપીએલ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

https://www.youtube.com/watch?v=bSWte3YIeFM

આ અરજીમાં એવી માગ પણ કરવામાં આવી છે કે કોરોના મહામારી વચ્ચે આઈપીએલ આયોજિત કરવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઉપર 1000 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવે અને આ પૈસાને લોકોની સારવાર માટે દવાઓ અને મેડિકલ ઑક્સિજનની સપ્લાઇ માટે ખર્ચ કરવાનો નિર્દેશ આપવામાં આવે.

અદાલતે આ અરજી પર ગુરુવારે સુનાવણીના નિર્દેશ આપ્યા છે પરંતુ આ દરમિયાન આઈપીએલની વર્તમાન સીઝનને સ્થગિત કરી દેવામાં આવી છે. આઈપીએલ રદ્દ કરવાની અરજીનું હવે બહુ મહત્ત્વનું નથી રહેતું પરંતુ જોવાનું એ રહ્યું કે બૉમ્બે હાઈકોર્ટ દંડ ફટકારવાની વિનંતી માને છે કે નહીં.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=BM7kQpTLnUM&t=6s

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
court angry on state and central government over coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X