જગદીશ ટાઇટલરને ઝટકો, કોર્ટે આપ્યો CBIને ફરી તપાસનો આદેશ

jagdish tytler
નવી દિલ્હી, 10 એપ્રિલ: 1984માં થયેલા શીખ વિરોધી રમખાણોના મામલે કોંગ્રેસી નેતા જગદીશ ટાઇટલરને કડકડડૂમા કોર્ટે આજે એક મોટો ઝટકો આપ્યો છે. સેશન કોર્ટે આજે સીબીઆઇ દ્વારા દાખલ કરવામાં આવેલા ક્લોઝર રિપોર્ટને ફગાવીને જગદીશ ટાઇટલર સામે ફરી તપાસ કરવા માટે સીબીઆઇને આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટના આ આદેશને પગલે જગદીશ ટાઇટલરની સામે હવે સીબીઆઇ તપાસ ચાલુ રહેશે.

જોકે આ નિર્ણયથી રમખાણ પીડિતોમાં કોઇ ખુશી જોવા મળી ન્હોતી, પીડિતોનું કહેવું છે કે 'આ પહેલા પણ બે વખત કોર્ટ સીબીઆઇની ક્લોઝર રિપોર્ટ ફગાવી ચૂકી છે. પરંતુ દોષીઓ હજી આઝાદ ફરે છે. તેમને ક્યારે સજા થશે જ્યારે અમારામાંથી કોઇ જીવતું નહી રહે ત્યારે? સીબીઆઇના અધિકારીઓએ પીડિતોની પીડાઓને ધ્યાનમાં રાખીને યોગ્ય તપાસ કરી દોષીઓને સજા આપવી જોઇએ'

અત્રે ઉલ્લેખનીય છે કે 1984માં શીખ વિરોધી રમખાણો દરમિયાન પુલબંગશમાં 3 શીખોની હત્યા કરી નાખવામાં આવી હતી. આજે કડકડડૂમા કોર્ટે આ મામલાની સુનવણી કરતા આ નિર્ણય સંભળ્યાવ્યો હતો. કોંગ્રેસી નેતાને આ મામલે મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે.

નોંધનીય છે કે આ પહેલા નીચલી કોર્ટે જગદીશ ટાઇટલરને ક્લિન ચિટ આપી દીધી હતી. નીચલી કોર્ટના આદેશને પડકારતી અરજી સેશન કોર્ટમાં પીડિત દ્વારા કરવામાં આવી હતી. કોર્ટે પોતાની સુનવણીમાં સીબીઆઇની ક્લોઝર રિપોર્ટને રદીયો આપી ફેરતપાસના આદેશ આપ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X