Cricketer Net Worth : શુભમન ગિલ અને કેએલ રાહુલ બન્નેમાંથી કોણ વધારે અમીર? જાણો બન્નેની નેટવર્થ
KL Rahul And Shubman Gill Net Worth : કેએલ રાહુલ અને શુભમન ગિલ ભારતીય ક્રિકેટ ટીમના મહત્વના ખેલાડી છે. આ બન્ને ખેલાડી ફેન ફોલોઈંગ સાથે સાથે કરોડોની સંપતિના માલિક છે.
શુભમન ગિલ બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. ભારતની જીતમાં તેની સદીએ મહત્વની ભુમિકા ભજવી. ગિલ બીસીસીઆઈ કોન્ટ્રાક્ટ સાથે સાથે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી કરોડો કમાય છે.

Shubman Gill Net Worth : શુભમન ગિલની નેટવર્થ
શુભમન ગિલે નાની ઉમરમાં પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે અને મોટી નેટવર્થ ઉભી કરી લીધી છે. ખેડૂત પરિવારમાં જન્મેલો પંત માત્ર 25 વર્ષનો છે અને આજે વર્ષે કરોડો રૂપિયા કમાય છે.
અહેવાલો અનુસાર, શુભમન ગિલ 34 કરોડ રૂપિયાની સંપતિનો માલિક છે. તેને બીસીસીઆઈનો ગ્રેડ A કોન્ટ્રાક્ટ મળ્યો છે. આનાથી તેને દર વર્ષે 5 કરોડ રૂપિયા મળે છે. આ સિવાય ગિલ ગુજરાત ટાઇટન્સ પાસેથી દર વર્ષે 8 કરોડની કમાણી કરે છે.
આ સિવાય શુભમન ગિલ અલગ-અલગ બ્રાન્ડ એન્ડોર્સ કરીને મોટી કમાણી કરે છે. ગિલ દરેક T20 આંતરરાષ્ટ્રીય મેચ માટે 3 લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે.
KL Rahul Net Worth : કેએલ રાહુલની નેટવર્થ
બીજી તરફ વિકેટ કિપર બેટ્સમેન કેએલ રાહુલની વાત કરીએ તો તેના પિતા કેએન લોકેશ અને માતાનું નામ રાજેશ્વરી છે. કેએલ રાહુલનો જન્મ 18 એપ્રિલ 1992ના રોજ બેંગ્લોરમાં થયો છે. કેએલ રાહુલે 2014માં ઓસ્ટ્રેલિયા સામે તેની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. તેણે 2016માં ઝિમ્બાબ્વે સામે તેની પ્રથમ વનડે મેચ રમી હતી.
કેએલ રાહુલ એકમાત્ર ભારતીય ક્રિકેટર છે જેણે પોતાની ODI ડેબ્યૂમાં સદી ફટકારી છે. આ સિદ્ધિએ તેને ભારતીય ક્રિકેટમાં વિશેષ સ્થાન અપાવ્યુ છે.
અહેવાલો અનુસાર, તેની કુલ સંપત્તિ 101 કરોડ રૂપિયા છે. તે ક્રિકેટ પગાર, BCCI અને IPL કોન્ટ્રાક્ટ, મેચ ફી અને એન્ડોર્સમેન્ટ્સમાંથી કમાય છે. કેએલ રાહુલનો બીસીસીઆઈ સાથે ગ્રેડ A કોન્ટ્રાક્ટ છે, જે હેઠળ તેને દર વર્ષે 5 કરોડ રૂપિયા મળે છે. આ સિવાય મેચ ફીના રૂપમાં પણ પૈસા મળે છે.
કેએલ રાહુલ અને શુભમન ગિલ બન્નેમાં સૌથી અમીર કોણ?
શુભમન ગિલ નેટવર્થની દ્રષ્ટિએ કેએલ રાહુલથી ઘણો પાછળ છે અને એક વરિષ્ઠ ખેલાડી હોવાના કારણે કેએલ રાહુલ ગિલ કરતા આગળ છે. બંને ખેલાડીઓ પાસે ભવિષ્યમાં આગળ વધવાની ઘણી તકો છે.












Click it and Unblock the Notifications
