For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેડીયૂમાં બગાવતના સૂર, અસંતુષ્ટ ધારાસભ્યોએ નીતિશ વિરૂદ્ધ ખોલ્યો મોરચો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

nitish-kumar-latest-616
પટણા, 7 જૂન: લોકસભા ચૂંટણી બાદ બિહારમાં પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમાર માટે બધુ બરોબર ચાલતું નથી. નીતિશ કુમારને એકસમયે રાખડી બાંધનાર પૂનમ દેવી જ હવે તેમના વિરૂદ્ધ ઝંડો લગાવી રહી છે. શુક્રવારે જેડીયૂના અડધો ડઝનથી વધુ ધારાસભ્યોએ નીતિશ કુમાર વિરૂદ્ધ મોરચો માંડી લીધો છે.

અસંતુષ્ટ ધારાસભ્યોની બેઠક પૂનમ દેવીના ઘરે થઇ હતી. અસંતુષ્ટોની વધતી જતી સંખ્યા આ મહિને નિર્ધારિત રાજ્યસભાની ત્રણ સીટો માટે ચૂંટણીમાં જેડીયૂ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. બિહાર વિધાનસભામાં પોતાના 117 ધારાસભ્યોના દમ પર પાર્ટી માટે રાજ્યસભાની ત્રણ સીટો જીતવી મુશ્કેલ નથી, પર6તુ જે પ્રકારે બાગીની સંખ્યા વધી રહી છે તે સ્થિતીમાં ક્રોસ વોટિંગની સંભાવનાને નકારી ન શકાય.

એવું સમજવામાં આવે છે ખાલી થયેલી ત્રણ સીટોમાંથી એક માટે જેડીયૂ અધ્યક્ષ શરદ યાદવ સંભવિત ઉમેદવાર છે. આ સીટ લોકસભા ચૂંટણીમાં રામવિલાસ પાસવાન, રાજીવ પ્રતાપ રૂડી અને રામકૃપાલ યાદવની જીત બાદ ખાલી થઇ છે. પટણા જીલ્લાના દીઘાથી ધારાસભ્ય પૂનમ દેવીના ઘરે બેઠકમાં હાજર ધારાસભ્યોમાં મદન સાહની, રાજૂ કુમાર સિંહ, રવિન્દ્ર રાય અને ગ્યાનેંદ્ર સિંહ જ્ઞાનૂ સામેલ છે.

પૂનમ દેવીએ મીડિયા સાથે વાતચીતમાં સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જેડીયૂ નેતા નીતિશ કુમારની સાથે પાર્ટીમાં રહેવું હવે મુશ્કેલ છે. 50 ધારાસભ્યો અમારી સાથે છે. હજું અમે એ વાતનો ફેંસલો કર્યો નથી કે જેડીયૂથી અલગ થઇને કોઇ અલગ મંચ તૈયાર કરવામાં આવશે કે પછી ભાજપમાં સામેલ થઇશું. અસંતુષ્ટ ધારાસભ્યો સતત બેઠક કરી રહ્યાં છે અને ટૂંક સમયમાં જ આગામી રણનિતીને અંજામ આપવામાં આવશે.

English summary
Crisis in ruling JD(U) triggered by induction of 14 new ministers deepened Friday with nearly half-a-dozen rebel MLAs holding meeting here and expressing their anger against former Chief Minister Nitish Kumar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X