For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જોધપુરમાં કર્ફ્યુને 6 મે સુધી લંબાવવામાં આવ્યો, અત્યાર સુધી 140ની ધરપકડ

જોધપુરમાં સાંપ્રદાયિક તણાવના કારણે કર્ફ્યુને 6 મે સુધી લંબાવી દેવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

જોધપુરઃ જોધપુરમાં સાંપ્રદાયિક તણાવના કારણે કર્ફ્યુને 6 મે સુધી લંબાવી દેવામાં આવ્યો છે. પોલિસ કમિશ્નરે જોધપુરમાં તણાવને જોતા કર્ફ્યુને 6 મે સુધી લંબાવવાના નિર્દેશ આપ્યા છે. તેમના તરફથી જાહેર કરાયેલ આદેશમાં કહેવામાં આવ્યુ છે કે જોધપુરમાં 3 મે સુધી કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો જેને 6 મે સુધી માટે લંબાવવામાં આવે છે. રાયકાબાગ પેલેસ બસ સ્ટેન્ડ અને રાયકાબાગ રેલવે સ્ટેશનને કર્ફ્યુ ક્ષેત્રની બહાર રાખવામાં આવ્યો છે. સાથે જ છાત્ર અને શિક્ષક જે પરીક્ષામાં શામેલ થવા જઈ રહ્યા છે તેમને પણ કર્ફ્યુમાં છૂટ આપવામાં આવી છે. આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો, બેંક કર્મચારી, ન્યાયિક અધિકારી, મીડિયાના લોકોને કર્ફ્યુમાં છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત છાપા વહેંચતા લોકોને પણ છૂટ આપવામાં આવી છે. જિલ્લામાં ઈન્ટરનેટ સેવાને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.

curfew

જોધપુરના ડીએમ હિમાંશુ ગુપ્તાએ કહ્યુ કે શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ ઈન્ટરનેટની સેવાને ફરીથી ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવશે. હાલમાં શહરમાં સ્થિતિ નિયંત્રણમાં છે, માહોલ શાંતિપૂર્ણ છે. હિસામાં શામેલ 140 લોકોની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી ચૂકી છે. ઈદના દિવસે થયેલી હિંસા મામલે કુલ 14 કેસ નોંધવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરવામાં આવી છે. હાલમાં એ લોકોએ પોતાનુ પ્રદર્શન રદ કરી દીધુ છે. નોંધનીય વાત છે કે મુખ્યમંત્રી અશોક ગહેલોતના ગૃહક્ષેત્રમાં ઈદના દિવસે તણાવ વધી ગયો હતો. જેના કારણે પ્રશાસનને ઈન્ટરનેટ સેવા બંધ કરવી પડી હતી અને 10 પોલિસ ક્ષેત્રમાં કર્ફ્યુ લગાવવો પડ્યો હતો.

વાસ્તવમાં જલોરી ગેટ પર ધાર્મિક ઝંડો લહેરાવાને લઈને જોધપુરમાં તણાવ થઈ ગયો હતો ત્યારબાદ પત્થરમારામાં પોલિસકર્મી ઘાયલ થઈ ગયા હતા. રાજ્યના મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી હતી કે શાંતિ જાળવી રાખે. જોધપુરની ઘટના બાદ પોલિસે કોઈ પણ પ્રકારની અફવાઓ ફેલાતી રોકવા માટે ઈન્ટરનેટ સેવા પ્રતિબંધિત કરી દીધી હતી. ભારે પોલિસબળ તૈનાત કરવામાં આવ્યુ હતુ જેનાથી તણાવ વધે નહિ. ઉપદ્રવીઓને કાબુમાં લાવવા માટે પોલિસને લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.

English summary
Curfew in Jodhpur extended till 6 may 140 arrested in case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X