For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇદના દિવસે કોમી રમખાણ બાદ કિશ્તવાડમાં લદાયો કર્ફ્યૂ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

કિશ્તવાડા, 9 ઓગષ્ટ: જમ્મૂ ક્ષેત્રના કિશ્તવાડ કસબામાં શુક્રવારે ઇદ-ઉલ-ફિતરના દિવસે લગભગ 500 ગ્રામીણોએ આઝાદીના સમર્થનમાં નારેબાજી કરી, જેના કારણે બે સમુદાયો વચ્ચે સંઘર્ષ શરૂ થઇ ગયો.

સ્થિતિની ગંભીરતાને જોતાં વહિવટીતંત્રએ કસબામાં કર્ફ્યૂ લગાવી દિધો છે. કસબામાં સેના ગોઠવી દેવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ આઇએએનએસને જણાવ્યું હતું કે હુલાર, બાંદના, પુનૂ અને ભાટા ગામ નજીક 500 ગ્રામીણોએ કિશ્તવાડ કસબામાં એક પ્રદર્શન કર્યું અને આઝાદીના સમર્થનમાં નારેબાજી કરી.

કિશ્તવાડ રાજ્યની શીતકાલીન રાજધાની જમ્મૂથી લગભગ 220 કિલોમીટર દૂર છે. અધિકારીએ કહ્યું હતું કે ત્યારબાદ બે સમુદાયો વચ્ચે કુલિદ ચૌક પર પત્થરબાજી શરૂ થઇ ગઇ હતી. અધિકારીએ જણાવ્યું હતું કે ઝપાઝપીના સમાચાર ઇદગાહ મેદાન પર પહોંચી, જ્યાં લોકો ઇદ-ઉલ-ફિતરની નમાજ માટે એકઠાં હતા, તેમાંથી પણ કેટલાક હિંસા માટે જવાબદાર છે.

curfew-in-kishtwar

ભીડે ચાર દુકાનો, એક ટ્રક અને એક સ્કૂટરને આગ લગાવી દિધી છે. પોલીસે અશ્રુગેસ છોડીને તથા લાઠીચાર્જ કરીને પરિસ્થિતી પર કાબૂ મેળવ્યો અને ભીડ વેર-વિખેર કરવા માટે હવામાં પણ ગોળીબાર કર્યો હતો.

English summary
Curfew was imposed and Army called out in Kishtwar district of Jammu region Friday following clashes between people belonging to two communities that left at least 15 people injured.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X