For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ અને કાશ્મીરના તમામ 22 જિલ્લામાંથી કર્ફ્યુ હટતાં નાગરિકોને રાહત

અનુચ્છેદ 370 હટ્યા બાદ જમ્મુ અને કાશ્મીરમાં લાગેલ પ્રતિબંધોમાં ધીરે-ધીરે સામાન્ય લોકોને છૂટ આપવામાં આવી રહી છે. આ કડીમાં જમ્મુ અને કાશ્મીરના તમામ 22 જિલ્લામાં લાગેલ પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવી છે. ડી

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરઃ અનુચ્છેદ 370 હટ્યા બાદ જમ્મુ અને કાશ્મીરમાં લાગેલ પ્રતિબંધોમાં ધીરે-ધીરે સામાન્ય લોકોને છૂટ આપવામાં આવી રહી છે. આ કડીમાં જમ્મુ અને કાશ્મીરના તમામ 22 જિલ્લામાં લાગેલ પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવી છે. ડીડી ન્યૂજના રિપોર્ટ મુજબ સરકારે શનિવારે સવારે તમામ જિલ્લામાં દિવસ-પ્રતિદિન પ્રતિબંધોમાં છૂટ આપી છે. કાશ્મીરના તમામ 105 પોલીસ સ્ટેશન ન્યાયાલયોથી દિવસના સમયે પ્રતિબંધમાં છૂટ આપી છે. ન્યૂજ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે આ ફેસલો રાજ્યની સ્થિતિમાં સુધાર આવ્યા બાદ લીધો છે.

jammu and kashmir

સરકારે અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પાંચ ઓગસ્ટથી કેટલાય પ્રતિબંધ લગાવ્યા હતા, જેને ધીરે-ધીરે ઘટાડવામાં આવી રહ્યા છે. જમ્મુ અને લદ્દાખના કેટલાક ક્ષેત્રો લાંબા સમયથી કોઈપણ પ્રતિબંધથી મુક્ત છે. ડીડી ન્યૂજના રિપોર્ટ મુજબ કાશ્મીર ઘાટીના હિંસા પ્રભાવિત ક્ષેત્રોમાં લાંબા સમયથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જેને શનિવારે સવારે હટાવી લેવામાં આવ્યો છે.

સરકારે ઘાટીમાં ઘણા દિવસથી બંધ પડેલ સ્કૂલો ખોલવા માટે સ્થાનિક વિભાગોને કહ્યું છે જેથી ઘાટીને મુખ્યધારામાં લાવી શકાય. જણાવી દઈએ કે ઘાટીમાં મોટા પાયે દુકાનો અને પ્રતિષ્ઠાન બંધ થઈ ગયા છે. મોટાભાગના ક્ષેત્રોમાં ઘણા દિવસોથી લોકોએ પોતાની દુકાનો નથી ખોલી. પ્રધાનમંત્રી મોદીએ વારંવાર કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલ પગલાં રાજ્યના વિકાસ માટે છે, મહિલાઓ માટે સમાન અધિકારો માટે અને આતંકવાદ તથા અલગાવવાદથી લડવા માટે છે.

<strong>UNGAમાં ચીને ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો, નારાજ ભારતે આપ્યો ઝડબાતોડ જવાબ</strong>UNGAમાં ચીને ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો, નારાજ ભારતે આપ્યો ઝડબાતોડ જવાબ

English summary
curfew is lifted from all 22 districts of jammu and kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X