For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓરિસ્સામાં ભારે તબાહી બાદ હવે પશ્ચિમ બંગાળ સાથે ટકરાયું Cyclone Fani

ઓરિસ્સામાં ભારે તબાહી બાદ હવે પશ્ચિમ બંગાળ સાથે ટકરાયું Cyclone Fani

|
Google Oneindia Gujarati News

કોલકાતાઃ ઓરિસ્સામાં તબાહી મચાવ્યા બાદ ચક્રવાત ફાની પશ્ચિમ બંગાળમાં પહોંચી ગયું છે. શનિવારે ફાની ખડગપુરને પાર કરી પશ્ચિમ બંગાળ સાથે ટકરાયું. જો કે પશ્ચિમ બંગાળ સાથે ટકરાયાના થોડા સમય બાદ ચક્રવાતી તોફાન કમજોર પડી જશે. અત્યાર સુધી જે જાણકારી મળી રહી છે તે મુજપ ફાની ઉત્તર-પૂર્વ દિશામાં 90 કિમી પ્રતિ કલાક ઝડપે આગળ વધી રહ્યું છે. અગાઉ શુક્રવારે ચક્રવાતી તોફાન ફાનીએ ઓરિસ્સામાં ભીષણ તબાહી મચાવી હતી.

fani

રાજ્યના કેટલાય વિસ્તાર જળમગ્ન થઈ ગયા. તોફાનથી અત્યાર સુધીમાં 8 લોકોના જીવ ગયા હોવાના અહેવાલ છે, જ્યારે 150થી વધુ સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. જૂની ઈમારતો, કાચાં ઘરો, અસ્થાયી દુકાનોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. વીજળી અને ટેલિકોમ સેવા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. ભારે વરસાદને કારણે પ્રભાવિત વિસ્તરોમાં સ્થિત ઘર ડૂબી ગયાં છે. કેન્દ્ર સરકારે ફાની તોફાનને ધ્યાનમાં રાખી 1000 કરોડ રૂપિયાનું એડવાન્સ રિલીફ ફંડ જાહેર કર્યું છે. ચક્રવાતને કારણે ઓરિસ્સાની પુરી સહિત કેટલાય વિસ્તારોમાં 250 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે.

તેજ પવનની સાથે વરસાદ પણ થઈ રહ્યો છે. ફાનીને કારણે ઓરિસ્સાના અનુમાનિત રીતે 10,000 ગામ અને 52 શહેરો પ્રભાવિત છે. એવામાં આ વિસ્તારથી 11 લાખ લોકોને હટાવી લેવામાં આવ્યા છે અને તેમને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. જેને પગલે 5000 શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યાં છે.

આ પણ વાંચો- Cyclone Fani Live: ફાનીને કારણે ઓડિશામાં 6 લોકોની મૌત

English summary
Cyclone Fani hits West Bengal by crossing Kharagpur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X