
Cyclone Gulab: વાવાઝોડા 'ગુલાબ'ની તીવ્રતા ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ, ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના
નવી દિલ્લીઃ વાવાઝોડા 'ગુલાબ'ની તીવ્રતા ઘટી ગઈ છે અને તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયુ છે પરંતુ તેની અસર હજુ પણ યથાવત છે. સાયક્લોનના કારણે સોમવારે તેલંગાનાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. વળી, વરસાદનો દોર આજે પણ ચાલુ રહેવાનો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે પણ નિર્મલ, નિઝામાબાદ, જગતિયાલ, રાજન્ના સિરસિલા, મહેબૂબાબાદ, વારંગલમાં જોરદાર વરસાદ વરસી શકે છે. વળી, આજે બિહાર, મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને બક્સરમાં પણ વરસાદ વરસી શકે છે.

ભારે વરસાદના અણસાર
ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં જણાવ્યુ છે કે હાલમાં ડીપ ડિપ્રેશન ઉત્તર તેલંગાના અને તેની પાસેના દક્ષિણ છત્તીસગઢ અને વિદર્ભ પર કેન્દ્રીય થઈ ગયુ છે. વળી, આગલા 2 કલાક દરમિયાન બરસાના(યુપી), હોડલ, તિજારા, નૂંહ, ફારુખનગર, નારનૌલ, રાજગઢ, બયાના(રાજસ્થાન)માં ભારે વરસાદના અણસાર છે.

યલો એલર્ટ જાહેર
સાયક્લોનના કારણે એર્નાકુલમ, ઈડુક્કી અને ત્રિશૂર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. વળી, મહારાષ્ટ્ર્, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મરાઠવાડા, વિદર્ભ, તેલંગાના, આંધ્ર પ્રદેશ, દક્ષિણ ઓરિસ્સા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં વરસાદનુ યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. મુંબઈમાં ભારે વરસાદના કારણે ઝડપી પવન ફૂંકાવાનુ અનમાન પણ છે માટે અહીં હાઈ એલર્ટ છે. ઉત્તરાખંડ અને કાશ્મીરમાં પણ વરસાદના અણસાર છે જ્યારે પશ્ચિમ યુપીમાં વરસાદ પણ વરસાદ પડશે.

ચાલુ રહેશે વરસાદનો દોર
ભારતીય હવામાન વિભાગે પહેલા જ કહી રાખ્યુ છે કે સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદના દોર ચાલુ રહેશે અને આના કારણે આ વખતે ચોમાસાની વિદાય ઓક્ટોબર પહેલા થવાની નથી. સામાન્ય રીતે સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં જ ચોમાસુ વિદાય થઈ જતુ હતુ પરંતુ આ વખતે એવુ નહિ થાય. તમને જણાવી દઈએ કે આ વખતે મહિનામાં રેકૉર્ડતોડ વરસાદ થયો છે જેને જોઈને વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા છે. સતત થઈ રહેલા વરસાદના કારણે દેશના ઘણા રાજ્યોમાં પૂરની સ્થિતિ પેદા થઈ ગઈ છે અને જન-જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયુ છે.