For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Cyclone Nivar: ચક્રવાતી તોફાનના કારણે તમિલનાડુ-પુડુચેરીમાં રેડ એલર્ટ, બસ સેવાઓ રદ

ચક્રવાતી તોફાન 'નિવાર'ના કારણે હાલમાં તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદનુ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે

|
Google Oneindia Gujarati News

Cyclone Nivar: ચક્રવાતી તોફાન 'નિવાર'ના કારણે હાલમાં તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદનુ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે અને પ્રશાસન સંપૂર્ણપણે સતર્ક છે. તોફાનને જોતા તમિલનાડુ સરકારે 7 જિલ્લામાં બસ સેવાઓ રદ કરી દીધી છે અને અમુક જિલ્લાઓમાં ટ્રેન સેવા પણ આંશિક અને પૂર્ણપણે રદ કરી દીધી છે. આઈએમડીએ જણાવ્યુ કે દક્ષિણ પશ્ચિમ તેમજ નજીકના દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર દબાણ 11 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમી દિશા તરફ વધ્યુ અને સોમવારે 11 વાગીને 30 મિનિટે આ ક્ષેત્ર પર કેન્દ્રીત રહ્યુ. વિભાગે કહ્યુ છે કે આગામી 24 કલાક દરમિયાન બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે કે જે 25 નવેમ્બરે બપોરે તમિલનાડુ અને પુડુચેરીના તટો સાથે ટકરાશે.

cyclone

25-26 નવેમ્બર માટે ભારે વરસાદનુ એલર્ટ

હવામાન વિભાગે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ એરિયા, આંધ્ર પ્રદેશ, રાયલસીમા અને તેલંગાનામાં પણ 25 અને 26 નવેમ્બર માટે ભારે વરસાદનુ એલર્ટ જારી કર્યુ છે. આઈએમડી તરફથી ચક્રવારતી તોફાનની ચેતવણીને જોતા એનડીઆરએફની કુલ 6 ટીમો કુડ્ડલોર જિલ્લાા કુડ્ડાલોર અને ચિદમ્બરમ શહેરો માટે રવાના થઈ છે.

અહીં છે હાઈ એલર્ટ, માછીમારોને સમુદ્રમાં જવાથી રોકવામાં આવ્યા

પુડુકોટ્ટઈ, તંજાવુર, તિરુવરુર, કરાઈકલ, નગાપટ્ટિનમ, કુડ્ડાલોર, અરિયાલુર અને પેરમ્બલુર, કલ્લાકુરુચી, પુ઼ડુચેરી, વિલ્લુપુરમ, તિરુવન્મલાઈ અને ચેંગલપટ્ટુમાં આવતા 2 દિવસમાં અત્યાધિક ભારે વરસાદની સંભાવના છે. આના કારણે નગાપટ્ટિનમમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે અને માછીમારોને 26 નવેમ્બર સુધી સમુદ્રમાં નહિ જવા માટે કહેવામાં આવ્યુ છે.

કેમ આવે છે તોફાન

પૃથ્વીના વાયમંડળમાં હવા હોય છે, સમુદ્રની ઉપર પણ જમીનની તરફ જ હવા હોય છે. હવા હંમેશા ઉંચા દબાણથી નીચા દબાણવાળા ક્ષેત્ર તરફ વહે છે. જ્યારે હવા ગરમ થાય છે ત્યારે હલકી થઈ જાય છે અને ઉપર જવા લાગે છે. જ્યારે સમુદ્રનુ પાણી ગરમ થાય છે ત્યારે તેની ઉપરની હવા ગરમ થઈ જાય છે અને ઉપર જવા લાગે છે. આ જગ્યાએ નીચા દબાણનુ ક્ષેત્ર બનવા લાગે છે. આસપાસ હાજર ઠંડી હવા આ નીચા દબાણવાળા ક્ષેત્રને ભરવા માટે આ તરફ વહેવા લાગે છે પરંતુ પૃથ્વી પોતાની ધરી પર ગોળ ગોળ ફરતી રહે છે. જેના કારણે આ હવા સીધી દિશામાં ન આવીને ફરવા લાગે છે અને ચક્કર લગાવીને એ જગ્યા તરફ આગળ વધે છે તેને ચક્રવાત કહે છે.

14 વર્ષની સગીરા સાથે ગેંગરેપ, દોસ્તો સાથે ગઈ હતી ફરવા14 વર્ષની સગીરા સાથે ગેંગરેપ, દોસ્તો સાથે ગઈ હતી ફરવા

English summary
Cyclone Nivar: Tamil Nadu suspends bus services in seven districts due to cyclone nivar 25 november alert, Very heavy rain Alert in Andhra and Puducherry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X