For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Cyclone Tauktae: કમજોર પડ્યું વાવાઝોડું, 4 જહાજ સમુદ્રમાં ફસાયાં, 127 લોકો લાપતા, ટૉપ 10 અપડેટ

Cyclone Tauktae: કમજોર પડ્યું વાવાઝોડું, 4 જહાજ સમુદ્રમાં ફસાયાં, 127 લોકો લાપતા, ટૉપ 10 અપડેટ

|
Google Oneindia Gujarati News

અત્યંત ગંભીર ચક્રવાત તૌકતે સોમવારે રાતે ગુજરાતના તટ પર દસ્તક આપી ચૂક્યું છે. ગુજરાતમાં આ તોફાનનું લેન્ડફૉલ યથાવત છે. આ દરમિયાન 190 કિમી પ્રતિ કલાકની ગતિએ હવા ચાલી, આજે સવારથી ગુજરાતમાં તેજ હવાઓ ચાલી રહી છે. ગુજરાત પહોંચતા પહેલાં આ તોફાને કેરળ, કર્ણાટક, ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રમાં ભયંકર તબાહી મચાવી છે, જો કે પહેલાની સરખામણીએ આ વાવાઝોડું થોડું કમજોર પડ્યું છે, જ્યારે બીજી તરફ આ વાવાઝોડાના કારણે સમુદ્રમાં 4 જહાજ ફસાયાં છે, જેમાં 700 લોકો સવાર હતા.

ચક્રવાત વિશે 10 તાજા અપડેટ જાણો

ચક્રવાત વિશે 10 તાજા અપડેટ જાણો

જે ચાર જહાજ સમુદ્રમાં ફસાયાં છે તેનાં નામ છે, 'બાર્જ P305, સાગર ભૂષણ, બાર્જ એસએસ 3 અને બાર્જ ગલ કન્ટ્રેક્ટર'

જેમાં આ પ્રમાણે લોકો સવાર હતા

  • સાગર ભૂષણ- 101
  • બાર્જ એસ એસ 3- 196
  • બાર્જ P305- 273
  • બાર્જ ગલ કન્ટ્રેક્ટર- 137
146 લોકોને રેસ્ક્યૂ કર્યા

146 લોકોને રેસ્ક્યૂ કર્યા

જો કે આમાંથી 146 લોકોને નેવીએ રેસ્ક્યૂ કરી લીધા છે. રેસ્ક્યૂ અભિયાન હજી પણ ચાલી રહ્યું છે. 127 લોકો હજી પણ લાપતા છે. નેવીના હેલીકોપ્ટરથી લોકોને શોધવામાં આવી રહ્યા છે. હવામાન ખરાબ થવાના કારણે લોકોને શોધવામાં સમસ્યા આવી રહી છે.

ગૃહમંત્રી અમિત શાહે ફોન કર્યો

ગૃહમંત્રી અમિત શાહે ફોન કર્યો

  • ગૃહમંત્રી અમિત શાહે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતના સીએમ સાથે વાત કરી.
  • મુંબઈ પાસે અરબી સમુદ્રમાં હાઈ ટાઈડ્સ સર્જાયાં
  • ચક્રવાતને પગલે ગુજરાતમાં 150 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે.
  • કેટલાય વિસ્તારોમાં વીજળી સપ્લાઈ ઠપ થઈ ગઈ છે.
  • તટીય ક્ષેત્રોમાં કેટલાય ફૂટ પાણી ભરાઈ ગયું છે.
આ રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ

આ રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ

સમુદ્રમાં ફસાયેલું ભારતીય જહાજ ડૂબ્યું, નૌસેનાએ 140થી વધુ લોકોને બચાવ્યાસમુદ્રમાં ફસાયેલું ભારતીય જહાજ ડૂબ્યું, નૌસેનાએ 140થી વધુ લોકોને બચાવ્યા

  • માછીમારોના વહાણ વહી ગયાં છે.
  • યૂપી, હરિયાણા અને રાજસ્થાનમાં ભારે વરસાદનું અલર્ટ જાહેર
  • તોફાનને પગલે કેટલાય ઘર ટૂટ્યાં, થાંભલા ઉખડી ગયા અને 12 લોકોના મોત થયાં
  • તોફાનના કારણે કર્ણાટમાં 6 મોત, કેરળમાં 2 મોત અને રાજસ્થાનમાં 2 મોત થયાં છે.

English summary
Cyclone Tauktae latest updates in Gujarati, cyclone weakens after landfall in gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X