For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Cyclone Tauktae: ઉગ્ર થયું વાવાઝોડું, કેટલીય જગ્યાએ ઝાડ ઉખડ્યાં, ફ્લાઈટ્સ રદ

Cyclone Tauktae: ઉગ્ર થયું વાવાઝોડું, કેટલીય જગ્યાએ ઝાડ ઉખડ્યાં, ફ્લાઈટ્સ રદ

|
Google Oneindia Gujarati News

ચક્રવાતી તોફાન Tauktae રવિવારે ગોવાના તટ પર ટકરાયું છે, જે બાદથી તેણે રૌદ્ર રૂપ ધારણ કરી લીધું છે. વાવાઝોડાના કારણે ગોવા અને તેની આસપાસના રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે જ્યારે વરસાદ અને તેજ હવાના કારણે કેટલીક જગ્યાએ વીજળી ગુલ થઈ ગઈ છે અને કેટલાક સ્થાનોએ રસ્તા પર ઝાડ પડી ગયા છે, જેને કારણે યાતાયાત પ્રભાવિત થયું છે.

અત્યાર સુધીના બધા અપડેટ

અત્યાર સુધીના બધા અપડેટ

Tauktaeને ધ્યાનમાં રાખી ગૃહમંત્રી અમિત શાહે આજે બેઠક કરી અને અધિકારીઓને આદેશ આપ્યો કે તોફાનના કારણે કોરોના દર્દીઓને કોઈ સમસ્યા ન થવી જોઈએ, જો તોફાનના કારણે વીજળી ની સેવાઓ પ્રભાવિત થાય છે તો હોસ્પિટલે બેકઅપ પ્લાન રાખવો પડશે. અમિત શાહના આ નિર્દેશ બાદ મુંબઈથી BKC કોવિડ સેંટરમાં દર્દીઓને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે તોફાનના કારણે કેરળ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગોવામાં રેડ અલર્ટ જાહેર છે.

આગલા 24 કલાકમાં વધુ તેજીથી આગળ વધશે વાવાઝોડું

આગલા 24 કલાકમાં વધુ તેજીથી આગળ વધશે વાવાઝોડું

જ્યારે IMDના ડેપ્યૂટી ડાયરેક્ટર જનરલ જયંત સરકારે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે તૌકતે હાલ ઈસ્ટ સેન્ટ્રલ અરેબિયન સાગરમાં સ્થિત છે. જે આગલા 24 કલાકમાં વધુ તેજીથી આગળ વધશે અને 18 મેની સવારે ગુજરાત પાર કરી જાય તેવી સંભાવના છે. આ બહુ તીવ્ર તોફાન છે, જેને કારણે દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આશંકા છે. તેમણે કહ્યું કે આજે અને કાલે દિલ્હીમાં તેજ વરસાદની આશંકા છે.

ગુજરાતમાં ટ્રેન રદ્દ

ગુજરાતમાં ટ્રેન રદ્દ

આ દરમિયાન ઈસ્ટર્ન રેલવેએ કહ્યું વાવાઝોડાંને ધ્યાનમાં રાખી ગુજરાતમાં 17-18 મેના રોજ ટ્રેન રદ્દ રહેશે અને લોકલ ટ્રેન પણ બંધ કરી દેવામાં આવી છે. જ્યારે ભારે વરસાદને પગલે લક્ષદ્વીપ અને ગોવાની તમામ ઉડાણો રદ કરી દેવાઈ છે. જ્યારે બીજી તરફ પુણે ઈન્ટરનેશનલ એરપોર્ટથી એનડીઆરએફની 5 ટીમ રાહત કાર્ય માટે એરલિફ્ટ કરી ગુજરાત મોકલવામાં આવી છે.

Cyclone Tauktae: ગોવાના તટ પર ટકરાયું ચક્રવાત, 6 લોકોના મોતCyclone Tauktae: ગોવાના તટ પર ટકરાયું ચક્રવાત, 6 લોકોના મોત

મુંબઈમાં રેડ અલર્ટ યથાવત

મુંબઈમાં રેડ અલર્ટ યથાવત

મુંબઈમાં આજે અને કાલે પણ ભારે વરસાદની આશંકા છે. હવામાન વિભાગનું કહેવું છે કે મુંબઈમાં વરસાદ દરમિયાન 60-70 કિમી પ્રતિ કલાકની ગતિએ હવા ચાલી શકે છે માટે અહીં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને વાવાઝોડાને ધ્યાનમાં રાખી બીએમસીએ 17 યોજાના વેક્સી કાર્યક્રમ ટાળી દેવાયો છે.

English summary
Cyclone Tauktae: red alert in many states, trains and flights has been cancelled
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X