શર્મનાક : ભરગરમીમાં બાળકોને નાગા કરીને માર્યા અને રસ્તા પર ધસેડિયા

રાજસ્થાન ના ચિતોડગઢ હેરાન કરી દેતો મામલો સામે આવ્યો છે. અહી 3 બાળકોને નાગા કરીને માર્યા અને ત્યારબાદ આખા માર્કેટમાં તેમને ફેરવવામાં આવ્યા હતા. ત્યાંના લોકોએ આ 3 બાળકો પર ચોરીનો આરોપ લગાવ્યો હતો. આટલું કર્યા બાદ ત્રણે બાળકોને પોલીસને સોપી દેવામાં આવ્યા. આ બાળકોની ઉમર 13 થી 15 વર્ષ છે.

જાણકારી મુજબ બાઈક ચોરીના આરોપમાં ચિતોડગઢ ના ગામના લોકોએ આ 3 છોકરાઓ પર શંકા જાહેર કરી. ત્યારબાદ લોકોએ આ બાળકોને પકડી લિધા અને નાગા કરીને મારવાનું ચાલુ કરી દીધું. તમને જાણીને હેરાની થશે કે આ બાળકોને નાગા કરીને પેટના બળ જમીન પર કલાકો સુધી ધસેડવામાં આવ્યા હતા તે પણ રાજસ્થાનની 42 ડિગ્રી ગરમીમાં.

rajasthan

પોતાના બચાવમાં ગામના લોકોનું કેહવું છે કે તેઓ આ બાબતે ઘણી વાર પોલીસ પાસે ગયા હતા. પરંતુ પોલીસ તરફથી કોઈ પણ જાતના પગલા લેવામાં ના આવ્યા બાદ તેમને જાતે જ મામલો પોતાના હાથમાં લિધો. પોલીસનું કેહવું છે કે છોકરાઓ એ ચોરીની કબુલાત કરી લિધી છે અને તેમને જુવેનાઈલ હોમ મોકલી દેવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X