દલિત સંગઠનોનો લેટરલ એન્ટ્રી મુદ્દે સરકારને 30 ઓગસ્ટ સુધીનો સમય
‘અમે 30 ઓગસ્ટ, 2018 સુધીનો સરકારને સમય આપ્યો છે અને જો સરકાર અમારી માંગો સ્વીકાર નહિ કરે તો અમે આંદોલન કરવા માટે મજબૂર થઈશુ.'
કેટલાક દલિત સંગઠન સંયુક્ત સચિવ સ્તર પર અધિકારીઓની લેટરલ એન્ટ્રી સામે વિરોધ પ્રદર્શન કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમના આંદોલનનું નેતૃત્વ કરનાર અશોક ભારતીએ વન ઈન્ડિયાને જણાવ્યુ કે તે ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ચંદીગઢ સહિત તમામ દલિત સંગઠનો સાથે મુલાકાત કરી રહ્યા છે. 'અમે 30 ઓગસ્ટ, 2018 સુધીનો સરકારને સમય આપ્યો છે અને જો સરકાર અમારી માંગો સ્વીકાર નહિ કરે તો અમે આંદોલન કરવા માટે મજબૂર થઈશુ.' તેમણે કહ્યુ કે તેઓ એ લોકોને મળી રહ્યા છે જે સરકારથી ખુશ નથી જેમકે ઓઆરઓપી અંગે તેના વિરોધમાં પ્રદર્શન કરનારા પર પણ નજર છે.

જો કે ભાજપના સાંસદ અને એસસી એસટી સંગઠનના અખિલ ભારતીય સંઘના અધ્યક્ષ ઉદિત રાજે બાદમાં પ્રવેશના માધ્યમથી આવનારા લોકો માટે અનામતની માંગ કરી છે અને કહ્યુ કે દલિત સમુદાયમાં સારા અધિકારીઓની કોઈ કમી નથી પરંતુ તેમને યોગ્ય જવાબદારીઓ આપવામાં આવવી જોઈએ. તેમણે આગળ કહ્યુ કે સંયુક્ત સચિવના દસ પદોની નિયુક્તિ ખાનગી સંસ્થાઓના લોકો દ્વારા ભરવામાં આવી રહી છે જે અનામત નીતિનું ઉલ્લંઘન છે. એટલા માટે તેમણે એસસી એસટી અને ઓબીસીના અનામતની માંગ કરી છે. તેલુગુદેશમ પાર્ટી જે હાલમાં એનડીએથી અલગ થઈ છે તેનું માનવુ છે કે આ નિયુક્તિઓ સંખ્યામાં ખૂબ ઓછી છે. એટલા માટે તે અનામત નીતિને બહુ પ્રભાવિત નહિ કરે.
વન ઈન્ડિયા સાથે વાત કરતા તેલુગુદેશમ પાર્ટીના એમપી પી રવિન્દ્ર બાબુએ કહ્યુ કે આ એક પ્રકારની વિશેષ જવાબદારી હશે જેને નોકરીની સાથે સોંપવામાં આવશે. તે સારા પરિણામ આપશે અને પાછા જશે. વાસ્તવમાં તે અનામત નીતિને પ્રભાવિત નહિ કરે. પરંતુ સરકાર આ મામલે દ્રઢ છે અને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર કુમાર કહે છે કે સરકાર આ પગલુ પાછુ નહિ લે. પ્રસ્તાવ સાથે સરકાર આગળ વધશે. અશોક ભારતી જેમણે 2 એપ્રિલે ભારત બંધ બોલાવ્યુ હતુ તેમણે કહ્યુ કે દલિતોમાં ઘણો ગુસ્સો છે. તેમના માટે આ સંવિધાનિક તંત્રને વણજોયુ કરવા સમાન છે જે મહત્વની સરકારી નોકરીઓ માટે ભરતી માટે અનિવાર્ય છે. આનો વિરોધ એક સંદેશ આપવાની કોશિશ છે કે જો તેમની મુશ્કેલીઓ પર સરકાર ધ્યાન નહિ આપે તો દલિત ભાજપને 2019 માં લોકસભા ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપશે.
-
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
