For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'જ્યાં અરજ લખવાથી હનુમાનજી પુરી કરે છે મનોકામના'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

manokamna-mandir
દરભંગા, 12 ફેબ્રુઆરી: તમે હનુમાનજીના મંદિરમાં જનારા શ્રદ્ધાળુના હાથમાં, સાકરિયા, લાડવા, અગરબત્તી, શ્રીફળ સહિત અનેક પ્રકારની પુજા સામગ્રી લઇ જતા જોયા હશે પરંતુ બિહારના દરભંગામાં હનુમાનજીનું એક એવું મંદિર છે જ્યાં લોકો લખવા માટે સાથે પેન લઇને જાય છે. માન્યતા છે કે આ મંદિરની દિવાલો પર મનોકામના લખવાથી તેમની મનોકામના ચોક્કસ પુરી થાય છે.

આ મંદિર કામેશ્વર સિંહ દરભંગા સંસ્કૃત વિશ્વવિદ્યાલયની સામે તળાવના કિનારે મોતીમહેલ વિસ્તારમાં છે. મંદિરના આગળ અને પાછળના ભાગમાં તળાવ છે. મહાવીર મંદિરની વિશેષતા અને માન્યતાના કારણે તેને 'મનોકામના મંદિર' તરીકે પણ ઓળખવામાં આવે છે. લોકોનું કહેવું છે કે લોકો સંગેમરમરની દિવાલો પોતાની અરજ લખે છે અને તેમની મનોકામના પુર્ણ થાય છે. આ વર્ષો જુના મંદિરની દેખરેખ કામેશ્વર ન્યાસ બોર્ડના હેઠળ કામ કરે છે. કહેવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના દરભંગાના રાજા રામેશ્વર સિંગે કરાવી હતી.

મંદિરના પુજારી ધુરવકાંત ઝાએ આઇએએનએસને જણાવ્યું હતું કે આ મંદિરમાં દરરોજ હજારો શ્રદ્ધાળુ હનુમાનજીની પુજા કરવા આવે છે, જેમાંથી મોટાભાગના લોકો ફક્ત પોતાની મનોકામના લખવા માટે આવે છે. મહાવીર જયંતી અને રામનવમી સહિત મંગળવાર અને શનિવારના રોજ ભક્તોની સંખ્યા વધી જાય છે. દરભંગા રાજ પરિસરમાં હોવાથી આ મંદિરની આસપાસ કેટલાક મહેલ, બગીચા અને તળાવ છે. મંદિરના તળાવની સાથે લલિત નારાયણ મિથિલા વિશ્વવિદ્યાલયનું કેન્દ્રિય લાયબ્રેરી આવેલું છે અને લાઇબ્રેરીની આગળ જનકવિ નાગાર્જુનની પ્રતિમા તાજેતરમાં સ્થાપિત કરવામાં આવી છે.

મંદિરના પુજારીનું કહેવું છે કે આમ તો ભક્તો દરેક પ્રકારની મનોકામના લઇને આવે છે, પરંતુ તેમાં લગ્ન સંબંધી તથા પુત્ર પ્રાપ્તિવાળા લોકોની સંખ્યા સૌથી વધારે છે. તેઓ કહે છે કે મનોકામના પૂર્ણ થયા બાદ લોકો ફરીથી આ મંદિરમાં આવે છે અને પુજા કરીને લાડવા ચઢાવે છે. દરભંગાના પ્રકાશ ઝા કહે છે કે આ મંદિરમાં માંગેલી મનોકામના ક્યારેય અધૂરી રહેતી નથી. શાનદાર નકશીકામવાળા આ મંદિરની ઉંચાઇ ઓછી છે. લોકોને નમીને મંદિરમાં પ્રવેશ કરવો પડે છે, પરંતુ જેમની મનોકામના પુર્ણ થાય છે તેમના માટે આ મોટું મંદિર છે.

તે કહે છે કે ''લોકોનું કહેવું છે કે રાજાએ તેમના કોઇ સંબંધી માટે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. સંબંધી નીચા કદના હતા.'' તેમને કહ્યું હતું કે માનતા માંગનારાઓમાં યુવક-યુવતિઓની સંખ્યા સૌથી વધારે હોય છે. માનતા પુરી થયા બાદ ભક્તો બજરંગબલીને પ્રસાદના રૂપમાં લાડવા ચડાવે છે.

English summary
Darbhanga Manokamna Mandir is a small temple dedicated to the God Hanuman. It is an intricately carved temple built entirely of white marble.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X