દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ ડો. સૈયદનાનું નિધન

Posted By: Super
Subscribe to Oneindia News

મુંબઇ, 17 જાન્યુઆરીઃ દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ ડો. સૈયદના મોહમ્મદ બુર્હાનુદ્દિનનું નિધન થયું છે. તેમણે દક્ષિણ મુંબઇમાં મલબાર હિલ સ્થિત પોતાના નિવાસસ્થાન સાઇફી મહલ ખાતે અંતિમ શ્વાસ લીધા. એક્ઝિક્યૂટિવ સેક્રેટરી શેખ અબ્દેઅલી ભાનપુરવાલાએ જણાવ્યું છે કે, આજે હૃદય રોગનો હુમલો થવાના કારણે તેમનું નિધન થયું છે.

Dr-Syedna-Mohammed-Burhanuddin
તેઓ 102 વર્ષના હતા. થોડાક વર્ષો પહેલા મુસ્લિમ સમાજ દ્વારા તેમના જન્મ દિવસને ઘણા જ વૈભવી રીતે ઉજવવામાં આવ્યો હતો. બુર્હાનુદ્દિનને કોમ્યુનિટીના 52માં દાઇ બનાવવામાં આવ્યા હતા અને વ્હોરા સમાજ દ્વારા તેમને ઘણું આદર આપવામાં આવતું હતું. બુર્હાનુદ્દિનના નિધનની જાણ થતાં જ બહોળી સંખ્યામાં વ્હોરા સમાજના લોકો તેમના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા.

ડો. સૈયદના મોહમ્મદ બુર્હાનુદ્દિનના નિધનના સમાચાર મળતાં જ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટરમાં ટ્વીટ કરતા કહ્યું છે કે, આપણે સૈયદના સાહેબને એક શ્રેષ્ઠ પુરુષ તરીકે યાદ કરીશું, જેમણે લોકોના ચહેરા પર સ્મિત ફેલાવવામાં અને શાંતિનો સંદેશો વહેતો કરવામાં પોતાનું જીવન અર્પી દીધું.

નોંધનીય છે કે, ગાંધીજી દાંડી યાત્રા દરમિયાન ડો. સૈયદના મોહમ્મદ બુર્હાનુદ્દિનના જે ઘરે રોકાયા હતા, એ ઘર ડો.સૈયદનાએ ગુજરાત સરકારે સોંપી દીધું હતું.

English summary
On Friday, Dawoodi Bohra Community spiritual leader, Dr. Syedna Mohammed Burhanuddin passed away.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.