For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક્સપર્ટ કમિટી બાદ DCGIએ આપી રશિયાની સ્પૂતનિક વી વેક્સીનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી

DCGIએ કોરોના વાયરસ મહામારી સામે ભારતમાં રશિયાની સ્પૂતનિક વી વેક્સીનના ઉપયોગને મંજૂરી આપી દીધી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા(DCGI)એ કોરોના વાયરસ મહામારી સામે ભારતમાં રશિયાની સ્પૂતનિક વી વેક્સીનના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. આ પહેલા ભારતની વિષય વિશેષજ્ઞ સમિતિએ ડૉ. રેડ્ડીના આવેદન પર સ્પૂતનિક વી વેક્સીનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી હતી. આ સાથે ભારત દુનિયાનો એવો 60મો દેશ બની ગયો છે જેણે રશિયાની સ્પૂતનિક વી વેક્સીનને પોતાના ત્યાં કોરોના વાયરસના ઉપચારમાં ઉપયોગ માટે મંજૂરી આપી છે.

corona vaccine

તમને જણાવી દઈએ કે સ્પૂતનિક વી વેક્સીનને ટ્રાયલમાં કોરોના વાયરસ સામે 91.6 ટકા અસરકારક માનવામાં આવી છે. આ વેક્સીનને રશિયાના ગમલેયા રિસર્ચ સેન્ટરે તૈયાર કરી છે અને ભારતમાં આ વેક્સીનની ટ્રાયલ હૈદરાબાદની કંપની ડૉ. રેડ્ડી લેબોરેટરીઝે કરી હતી. ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસ સામે લડવામાં એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.

અભ્યાસમાં કોવિશીલ્ડને કોરોના વાયરસ સામે 80 ટકા અસરકારક હોવા તેમજ કોવેક્સીનને 81 ટકા અસરકારક હોવાના પ્રમાણ મળ્યા છે જ્યારે સ્પૂતનિક વેક્સીનને હાલમાં વધુ અસરકારક ગણાવવામાં આવી રહી છે. હાલમાં આ વેક્સીનના ઉપયોગને 59 દેશોમાં મંજૂરી મળી ગઈ છે જેમાં બેલારુસ, સર્બિયા, બોલિવિયા, ફિલિસ્તીન, પેરાગ્વે, યુએઈ, અલ્જીરિયા, આર્જેન્ટીના, વેનેઝુએલા જેવા દેશ શામેલ છે.

24 કલાકમાં 1.61 લાખ કેસ, બીજા નંબરે પહોંચ્યુ ભારત24 કલાકમાં 1.61 લાખ કેસ, બીજા નંબરે પહોંચ્યુ ભારત

English summary
DCGI has approved the use Sputnik V vaccine against coronavirus in the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X