
'કંગના માટે સરકારની ગુલામી કરવી અસલી આઝાદી છે, શું આ વિચાર માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે'
મુંબઈઃ દિલ્લી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે દેશની આઝાદીને ભીખ ગણાવીને આપેલા નિવેદન પર કંગના રનોતની ટીકા કરી છે. કંગના રનોતે ગુરુવારે(11 નવેમ્બર) એક કાર્યક્રમમાં કહ્યુ કે ભારતમાં વાસ્તવમાં 2014માં સ્વતંત્રતા મળી, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકાર સત્તામાં આવી. 1947માં દેશને આઝાદી તો ભીખમાં મળી છે. અસલી આઝાદી તો 2014માં મળી છે. કંગના રનોતના આ વીડિયોને ટ્વિટ કરીને સ્વાતિ માલીવાલે કહ્યુ છે કે કંગના રનોત માટે સત્તાધારી સરકારની ગુલામી જ અસલી આઝાદી છે. શું આ વિચાર માટે કંગનાને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે.

'કંગના રનોત માટે સત્તાધારી સરકારની ગુલામી જ અસલી આઝાદી છે'
કંગના રનોતે એક સમાચાર ચેનલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં આઝાદીને ભીખ ગણાવી છે. આ વીડિયોને ટ્વિટ કરીને દિલ્લી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યુ, 'તે (કંગના રનોત) ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ અને (મહાત્મા) ગાંધીના સ્વતંત્રતા સંગ્રામને ભિક્ષા તરીકે જુએ છે અને તે એ વાતને બોલવામાં આનંદ લઈ રહી છે. સત્તાધારી સરકારની ગુલામી જ અસલી આઝાદી છે. કંગના એ જ વિચારે છે શું આ જ વિચાર માટે તેને(કંગના) રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે?'

કંગનાએ આઝાદીને ગણાવી ભીખ તો અમુક લોકોએ વગાડી તાળીઓ
સોશિયલ મીડિયા પર 24 સેકન્ડની વાયરલ થયેલી ક્લિપમાં કંગના રનોત કહે છે કે, '1947માં ભારતની સ્વતંત્રતા સ્વતંત્રતા નહોતી પરંતુ ભીખ(ભિક્ષા) હતી...એમાં કોઈ શંકા નથી કે તે આઝાદી નહોતી ભીખ હતી. અને જે આઝાદી મળી છે તે 2014માં મળી છે.' કંગના રનોત જ્યારે આ વાત કહી રહી હતી ત્યારે દર્શકોમાં અમુક લોકોને તાળીઓ વગાડતા જોઈ શકાય છે.

કંગનાએ કહ્યુ હતુ - અંગ્રેજોનો વિસ્તાર છે કોંગ્રેસ
આ સપ્તાહની શરૂઆતમાં પદ્મશ્રીથી સમ્માનિત રનોતે શોમાં પોતાની ટિપ્પણીમાં કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યુ છે. કંગના રનોતે કહ્યુ, 'જો આપણે ભીખમાં આઝાદી મળી હોય તો શું એ આઝાદી છે? અંગ્રેજોએ કોંગ્રેસના નામ પર શું છોડ્યુ...તે(કોંગ્રેસ) અંગ્રેજોનો વિસ્તાર હતા...'

કંગનાએ પદ્મશ્રી પાછો લેવાની થઈ રહી છે માંગ
કંગના પાસેથી પદ્મશ્રી પાછો લેવાની માંગ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ, શિવસેના, આપ, રાકાંપા સહિત ઘણી વિપક્ષી પાર્ટીઓએ કહ્યુ છે કે અભિનેત્રી પર રાજદ્રોહ લગાવવો જોઈએ અને પદ્મશ્રી પાછો લેવો જોઈએ. વિપક્ષી પાર્ટીઓનુ કહેવુ છે કે કંગના રનોતે દેશની સ્વતંત્રતા આંદોલનનુ અપમાન કર્યુ છે. કોંગ્રેસને પ્રતિધ્વનિત કરીને રાકાંપાએ શુક્રવારે અભિનેત્રીને આપેલા પદ્મશ્રીને રદ કરવાની માંગ કરી અને કહ્યુ કે તેના પર સ્વતંત્રતા સેનાનીઓના અપમાન માટે કેસ નોંધાવો જોઈએ. દિલ્લી ભાજપ નેતા પ્રવીણ શંકર કપૂરે પણ કંગનાની ટિપ્પણી પર તેની ટીકા કરી અને ન્યાયપાલિકાને તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી. દિલ્લી ભાજપ પ્રવકતાએ કહ્યુ કે કંગના રનોતની ટિપ્પણી સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનનુ અપમાન છે.
भगत सिंह, आज़ाद और गांधी की आज़ादी इन्हें भीख लगती है और सत्ता की गुलामी का मज़ा ले उसे असल आज़ादी बताती हैं.
— Swati Maliwal (@SwatiJaiHind) November 12, 2021
ऐसी सोच के लिए ही राष्ट्र पुरस्कार मिला है? pic.twitter.com/qOyNsglirO