લગ્નના એક દિવસ પહેલા દુલ્હો ગાયબ, ઝાડ પર લટકતી મળી લાશ

Posted By:
Subscribe to Oneindia News

ઉત્તરપ્રદેશ ના શામલી જનપદ બાબરી ચોકી વિસ્તારમાં ચોંકાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. અહીં એક બાગમાં કેરીના ઝાડ પર યુવકની લાશ લટકેલી જોવા મળી. પરિવાર ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે યુવકને મારી મારીને ઝાડ પર લટકાવી ફાંસી આપી છે. મૃતક યુવકના લગ્ન થવા જઈ રહ્યા હતા.

uttar pradesh

આ આખો મામલો બાબરી ચોકી ક્ષેત્રના હિરણવાડા ગામનો છે. અહીં ગામ નજીક કેરીના બાગમાં એક યુવકની લાશ ઝાડ પર લટકેલી જોવા મળી. લાશ મળવાથી આખા વિસ્તારમાં સનસની ફેલાઈ ગયી. મૃતક યુવકનું નામ આસ મોહમ્મદ છે.

જણાવવામાં આવ્યું રહ્યું છે કે યુવકના લગ્ન થવા જઈ રહ્યા હતા. પરંતુ યુવક સાંજે જ ગાયબ થઇ ગયો હતો. જેની પરિવાર ઘ્વારા ઘણી શોધખોળ કરવામાં આવી. પરંતુ યુવકનો કોઈ જ પતો લાગ્યો નહીં. સોમવારે સવારે યુવક આસ મોહમ્મદ નું શવ ઝાડ પર લટકેલું જોવા મળ્યું. શવ મળતા જ પરિવારમાં કોહરામ મચી ગયો અને પોલીસને તેની જાણ કરવામાં આવી.

સૂચના મળતા જ પોલીસ પહોંચી અને તપાસ ચાલી કરી દીધી. પરિવાર ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે યુવકને પીટાઈ કરીને તેને ઝાડ પર ફાંસી આપવામાં આવી છે. જયારે પોલીસે યુવકનું શવ ઝાડ પરથી ઉતારવાનું શરુ કર્યું ત્યારે પરિવારે આરોપીની ધરપકડની માંગ કરી હંગામો શરૂ કર્યો. પોલીસે શવ પોતાના કબ્જામાં લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે.

English summary
Dead body groom just one day before marriage found shamli

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.