કોચીમાં ગુજરાતી નેવી અધિકારીની ગોળી લાગવાથી થઇ મોત

Posted By:
Subscribe to Oneindia News

કોચી ખાતે મૂળ ગુજરાતના વતની તેવા નાવિક રક્ષિત કુમારનું પોતાની જ રિવોલ્વરથી લાગેલી ગોળીના કારણે મોત થયું છે. 23 વર્ષનો રક્ષિત, નેવીમાં ઇલેક્ટ્રિક મિકેનિક હતો. 1 ઓક્ટોબરના રોજ સવારે 7:30 વાગ્યાની આસપાસ રક્ષિતને પોતાની પિસ્તોલથી જ આ ગોળી લાગી હતી તેમ શરૂઆતી જાણકારી દ્વારા જાણવા મળ્યું છે. નોંધનીય છે કે તે સમયે રક્ષિત આઇએનએસ જમુનામાં પોતાની ડ્યૂટી નિભાવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. જો કે આ ઘટના પછી તેમને તાત્કાલિક નેવીની હોસ્પિટલ આઇએનએચએસ સંજીવનીમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને ડોક્ટરો દ્વારા તેમને બચાવાના તમામ પ્રયાસો કરવા છતાં તેમને સવારે 9:40 વાગે મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

navy

જો કે આ પછી પોલીસ અપ્રાકૃતિક મોત મામલે એફઆઇઆર નોંધી તપાસ શરૂ કરી છે. અને કેવી રીતે આ ઘટના બની તે અંગે જાણવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ આ મામલે એસઓસી દ્વારા પણ બોર્ડ ઓફ ઇનક્વાયરી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે રક્ષિત ગુજરાતના ખેડા જિલ્લાના નિવાસી છે. તેમની મોત પછી રક્ષિતના માતા-પિતા અને ભાઇને આ અંગે જાણકારી આપવામાં આવી છે. જો કે રક્ષિતની મોતના ખબર મળવાથી ખેડામાં રહેતો તેમનો પરિવાર શોકગ્રસ્ત બન્યો છે.

English summary
Death of Gujarati Naval Sailor in Kochi, while he's on duty. Read more on this news here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.