For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કયો શબ્દ યોગ્ય : બળાત્કાર કે શારિરીક હુમલો પર ચર્ચા શરૂ

|
Google Oneindia Gujarati News

rape
નવી દિલ્હી, 7 માર્ચ : દેશમાં મહિલઓ પર વધી રહેલી બળાત્કારની ઘટનાઓને પગલે સમગ્ર દેશમાંથી બળાત્કાર વિરોધી કડક કાયદો અમલમાં મૂકવાની ભારે માંગ ઉઠી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પણ કડક કાયદો લાવવાની માગ કરી છે. આ કાયદા માટેના સૂચનો મેળવવા માટે જસ્ટિસ જે એસ વર્મા કમિટીની રચના પણ કરી છે.

જો કે આ કાયદો ઘડવો લાગી રહ્યો છે તેટલું સરળ કામ નથી. તેના માર્ગમાં અનેક અવરોધો છે. જેમાંથી એક આ કૃત્ય માટે કયો શબ્દ વાપરવો તે અંગે છે. આ માટે રેપ એટલે કે બળાત્કાર કે સેક્સ્યુઅલ એસલ્ટ એટલે કે શારિરીક હુમલો શબ્દનો પ્રયોગ કરવો તે અંગે ચર્ચા શરૂ થઇ છે. આજે સંસદમાં ખરડો રજૂ નહીં થાય તેવા સમાચારની સાથે અનેક પક્ષો કાયદામાં સુધારા વધારા અંગે પોતાનો વિરોધ દર્શાવે છે. કાયદા મંત્રાલય ઇચ્છે છે કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટના સ્થાને રેપ શબ્દ મૂકવા માંગે છે જે પાછળનો તર્ક એવો છે કે તે માત્ર મહિલાઓ ઉપર થતા ગુનાને દર્શાવે છે.

આ ઉપરાંત જસ્ટિસ જે એસ વર્મા કમિટીએ કરેલા સૂચન કે સેક્સ કરવાની વય મર્યાદા 18થી ઘટાડીને 16 કરવી જોઇએ તેની સામે પણ વિરોધના સૂર ઉઠ્યા છે. માન્ય ઉંમરથી નીચેની વયમાં શારિરીક સંબંધને પણ રેપ તરીકે ગણવામાં આવશે. સેક્સ માટેની વય મર્યાદા 16 કરવા માટે કાયદા મંત્રાલય રાજી છે પણ અન્ય લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.

આ સામે મહિલા સંગઠનોની માંગણી છે કે પાર્લિઆમેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીનો વર્ષ 2012માં આપેલો ક્રિમિનલ લૉમાં સુધારાના સૂચનો કાયદાનું ઉલ્લંઘન કરે છે સાથે જસ્ટિસ વર્મા કમિટીએ કરેલા સૂચનોને વેગ આપે છે. આ સૂચનો મહિલાઓના માનને ઘટાડે છે. આમ થવું અટકવું જોઇએ અને નવા કાયદામાં મહિલાઓને સમાન માન-સન્માન મળે તેવી જોગવાઇઓ કરવી જોઇએ.

English summary
The anti-rape law has hit hurdles over several contentious issues. The primary among them is the use of word "rape" or "sexual assault".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X