For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

370નો ફેસલો બન્યો બ્રહ્મસ્ત્ર, ભાજપની સદસ્યતા અભિયાનને જબરદસ્ત સફળતા

370નો ફેસલો બન્યો બ્રહ્મસ્ત્ર, ભાજપની સદસ્યતા અભિયાનને જબરદસ્ત સફળતા

|
Google Oneindia Gujarati News

જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ ભાજપના સદસ્યતા અભિયાનને તગડો ફાયદો થયો છે. દોઢ મહિના સુધી ચાલેલ સદસ્યતા અભિયાનમાં ભાજપે કરોડો લોકોને પાર્ટી સાથે જોડવાનો દાવો કર્યો છે. ભાજપ મુજબ પાછલા એક પખવાડિયામાં ભાજપના સભ્ય બનનાર લોકોની સંખ્યામાં જોરદાર વધારો થયો છે. રિપોર્ટ મુજબ માત્ર દોઢ મહિનામાં ભાજપે દેશભરમાં 3 કરોડ 80 લાખથી વધુ નવા સભ્યો બનાવ્યા છે. એકલા ઉત્તર પ્રદેશમાં ભાજપે 55 લાખ નવા સભ્ય બનાવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં ભાજપે લક્ષ્યથી ત્રણ ગણા વધારે સભ્યોને પાર્ટીમાં જોડવાનો દાવો કર્યો છે.

સદસ્યતા અભિયાન 6 જુલાઈના રોજ શરુ થયું હતું

સદસ્યતા અભિયાન 6 જુલાઈના રોજ શરુ થયું હતું

રિપોર્ટ્સ મુજબ ભાજપનું સદસ્યતા અભિયાન 6 જુલાઈના રોજ શરુ થયું હતું જે 20 ઓગસ્ટ સુધી ચાલ્યું. આ દરમિયાન ભાજપે યૂપી, દિલ્હી, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને હરિયાણામાં કરોડો લોકોને ભારતીય જનતા પાર્ટી સાથે જોડ્યા. પાર્ટીનો દાવો છે કે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવાના ફેસલા બાદ ભાજપ સાથે જોડાયેલ લોકોની સંખ્યામાં વધારો થયો છે.

અભિયાનમાં વિશાળ સફળતા

અભિયાનમાં વિશાળ સફળતા

જમ્મુ-કાશ્મીરમાં પણ ભાજપને આ અભિયાનમાં વિશાળ સફળતા પ્રાપ્ત થઈ છે. સદસ્યતા અભિયાન અંતર્ગત જમ્મુ-કાશઅમીરમાં ભાજપના 3 લાખ 50 હજાર નવા સભ્ય બન્યા છે. જ્યારે આ રાજ્યમાં ભાજપે એક લાખ લોકોને જ પાર્ટીથી જોડવાનું લક્ષ્ય રાખ્યું હતું. સદસ્યતા અબિયાનના સહપ્રભારી દુષ્યંત ગૌતમનું કહેવું છે કે અનુચ્છેદ 370 હટ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં ઈન્ટરનેટ પ્રતિબંધિત થવાથી સદસ્યતા અભિયાનમાં અસર પડી છે. આ કારણે જ જમ્મુ-કાશ્મીરમાં સદસ્યતા અભિયાનને 25 ઓગસ્ટ સુધી વધારવામાં આવ્યું છે. ભાજપનું અનુમાન છે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં 12 લાખ નવા સભ્યો ભાજપમાં સામેલ થયા છે.

કુલ 1 કરોડ 13 લાખ સભ્યો હતા

કુલ 1 કરોડ 13 લાખ સભ્યો હતા

સદસ્યતા અભિયાનમાં ભાજપને દિલ્હીમાં પણ સફળતા હાથ લાગી છે. દિલ્હીમાં કેટલાક જ મહિનામાં વિધાનસભા ચૂંટણી થનાર છે. અગાઉ પાછલા દોઢ મહિનામાં ભાજપે 15 લાખ નવા સભ્યો બનાવ્યા છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો અહીં વર્ષ 2015માં ભાજપના કુલ 1 કરોડ 13 લાખ સભ્યો હતા. આ વખતેના સદસ્યતા અભિયાનમાં ભાજપે 20 ટકા એટલે કે 20 લાખ 60 હજાર સદસ્યો બનાવવાના હતા, પરંતુ ભાજપે પોતાના જ રાખેલ ટાર્ગેટને તોડ્યો અને 55 લાખ નવા સભ્યો બનાવ્યા.

દર 6 વર્ષમાં સદસ્યતા અભિયાન ચલાવે છે

દર 6 વર્ષમાં સદસ્યતા અભિયાન ચલાવે છે

દુષ્યંત ગૌતમનું કહેવું છે કે ભાજપ દર 6 વર્ષમાં સદસ્યતા અભિયાન ચલાવે છે અને આ અભિયાનમાં 20 ટકા નવા સભ્યોને પાર્ટીથી જોડવાનો ટાર્ગેટ રાખવામાં આવે છે. તેમણે કહ્યું કે આ વખતેના અભિયાનમાં ભાજપને મોટી સફળતા મળી છે. ભાજપ મુજબ હરિયાણામાં 7 લાખ 14 હજાર 784, હિમાચલ પ્રદેશમાં 4 લાખ 62 હજાર 804, પંજાબમાં 5 લાખ 5 હજાર 422, ઉત્તરાખંડમાં 10 લાખ નવા સભ્યોએ ભાજપનો હાથ થામ્યો છે.

<strong>ચિદમ્બરમની મુસીબત વધી શકે છે, ઈડીએ બીજા ઘણા મામલા ખોલ્યા </strong>ચિદમ્બરમની મુસીબત વધી શકે છે, ઈડીએ બીજા ઘણા મામલા ખોલ્યા

English summary
decision of article 370 became brahmastra for bjp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X