રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે રચ્યો ઇતિહાસ, સુખોઇ-30MKIમાં ભરી ઉડાન

Written By:
Subscribe to Oneindia News

રક્ષી મંત્રી નિર્મલા સીતારમણે ઇતિહાસ રચતા સુખોઇ-30 એમકેઆઈ લડાકુ વિમાનથી ઉડાન ભરી છે. રાજસ્થાનના જોધપુર સ્થિત એરફોર્સ સ્ટેશનથી રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે ફાઇટર જેટથી ઉડાન ભરી છે. એવું પહેલીવાર થયું છે, જ્યારે દેશના રક્ષા મંત્રીએ ફાઇટર વિમાનથી ઉડાન ભરી હોય. નિર્મલા સીતારમણનું આ પગલું ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ભારતીય વાયુસેનાની તૈયારીઓ, ઓપરેશનલ ક્ષમતાઓના આંકલન અને સમીક્ષા માટે તેમનો આ નિર્ણય ઘણો ખાસ છે. સુખોઇ 30MKIથી ઉડાન ભરાવાવાળા પ્રથમ મહિલા રક્ષા મંત્રી બન્યાછે નિર્મલા સીતારમણ.

india

બુધવારે ભારતીય રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે સુખોઇ 30MKIમાં ઉડાન ભરી હતી. આ દરમિયાન તેમણે વાયુ સૈનિકો દ્વારા પહેરવામાં આવતો જી-સૂટ પહેર્યો હતો. ઉડન પહેલા તેમનો ટેસ્ટ પણ થયો હતો અને તેઓ ખૂબ ઉત્સાહિત હતા. ઉપલબ્ધ જાણકારી અનુસાર, નિર્મલા સીતારમણનો લડાકુ વિમાન સુખોઈ 30 એમકેઆઈમાં ઉડાન ભરવાનો કાર્યક્રમ ગત મહિને નક્કી કરવામાં આવ્યો હતો, જો કે તેમને હિમાચલ પ્રદેશ ચૂંટણી બાદ નવા મુખ્યમંત્રીની પસંદગી પ્રક્રિયામાં જવાનું હોવાથી આ કાર્યક્રમ પાછળ કરવો પડ્યો હતો.

India

પહેલા પણ કરી ચૂક્યા છે સાહસ

આ પહેલીવાર નથી જ્યારે નિર્મલા સીતરમણે કોઇ સાહસિક પગલું ભર્યું હોય. આ પહેલા તેઓ પોખરણમાં ટેંક સવારી પણ કરી ચૂક્યા છે. થોડા દિવસ પહેલા જ તેમણે વિમાનવાહક પોત આઈએનએસ વિક્રમાદિત્યની મુલાકાત લીધી હતી, તો બાડમેરમાં ઉત્તરલાઈ એરબેઝની મુલાકાત લીધી હતી. જામનગરમાં ભારતીય નૌસેના બેઝની યાત્રા દરમિયાન તેમને મિગ 21 ફાઇટર વિમાનની જાણકારી પણ આપવામાં આવી હતી.

English summary
Defence Minister Nirmala Sitharaman taking off Sukhoi-30 MKI in Jodhpur.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.