
રાજનાથ સિંહે રાફેલ જેટની શસ્ત્ર પૂજા કરીને ॐ લખ્યો
નવી દિલ્હીઃ ભારત પ્રાચીન સંસ્કૃતિ અને રિવાજોનો દેશ છે, આપણે જ્યારે પણ નવી ગાડી ખરીદીએ છીએ તો તેની પૂજા કરીએ છીએ. એટલું જ નહિ, આપણા દેશમાં શસ્ત્રોની પણ પૂજા કરવામાં આવે છે. એવામાં ભારત જ્યારે સૌથી પરાક્રમી લડાકૂ વિમાન રાફેલની ખરીદી કરી રહ્યું છે તો તેની પણ પૂજા કરવામાં આવે તે સ્વાભાવિક છે. જી હાં, ફ્રાંસમાં રાફેલનું પહેલું કન્સાઈનમેન્ટ રિસીવ કરવા માટે ખુદ રક્ષામંત્રી રાજનાથ સિંહ પહોંચ્યા છે. ફ્રાંસમાં રાફેલની બકાયદા શસ્ત્ર પૂજા કરવામાં આવી અને તેના પૈડાં નીચે લીંબુ રાખવામાં આવ્યું. રક્ષામંત્રી રાજનાથ સિંહે રાફેલ જેટની ફ્રાંસમાં પૂજા કરી અને તેના ઉપર રંગોળીથી ઓમ લખ્યું અને અક્ષત ચઢાવ્યું. જે બાદ રાજનાથ સિંહે રાફેલની પૂજા કરી. જણાવી દઈએ કે આજે સત્તાવાર રીતે પહેલું રાફેલ એરક્રાફ્ટ ફ્રાંસે ભારતને સોંપી દીધું છે.
આ અવસર પર રાજનાથ સિંહે કહ્યું કે ભારતીય સુરક્ષાબળો માટે આ ઐતિહાસિક દિવસ છે. ભારતમાં આજે વિજયાદશમીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે, જેનો અર્થ છે કે બુરાઈ પર અચ્છાઈની જીત. એટલું જ નહિ આજે જ વાયુસેનાનો 87મો સ્થાપના દિવસ પણ છે. આ ડીલથી ભારત અને ફ્રાંસના રાજનૈતિક સંબંધો વધુ મજબૂત થશે. મને ખુશી છે કે રાફેલની ડિલિવરી યોગ્ય સમયે થઈ રહી છે. આ જેટથી અમારું લક્ષ્ય વાયુસેનાની ક્ષમતા વધારવાનું છે. ફ્રેન્ચ શબ્દમાં રાફેલનો અર્થ આંધી થાય છે અને મને ઉમ્મીદ છે કે આ એરક્રાફ્ટ પોતાના નામના અનુરુપ જ કામ કરશે અને અમારી વાયુસેનાને પણ મજબૂત કરશે.
36 રાફેલની ડીલ
ત્રણ દિવસના પ્રવાસ પર ફ્રાંસ પહોંચેલ રાજનાથ સિંહ મંગળવારે પેરિસમાં મેરિગ્નૈક પહોંચ્યા છે. ફ્રાંસની સેનાના સ્પેશિયલ વિમાનથી મેરિગ્નૈક પહોંચેલ રાજનાથ સિંહને અહીં એક સત્તાવાર કાર્યક્રમમાં પહેલું રાફેલ સોંપવામાં આવ્યું. રાજનાથ સિંહ સાથે ભારતીય વાયુસેનાના પ્રમુખ, ચીફ એરમાર્શલ આરકેએસ ભદોરિયા પણ ફ્રાંસમાં છે. બંને દેશો વચ્ચે 36 લડાકૂ વિમાનને લઈ ડીલ થઈ છે.
આયુધ પૂજા નવરાત્રિનો એક અભિન્ન અંગ છે, આ પૂજાનો મતલબ અસ્ત્ર-શસ્ત્ર પૂજનથી છે, ભારતમાં નવરાત્રિના અંદિમ દિવસે અસ્ત્ર પૂજાની પરંપરા રામાયણ અને મહાભારત કાળથી ચાલી આવી રહી છે, સેના પણ આજે પોતાના શસ્ત્રોની પૂજા કરે છે, આ ઉપલક્ષ્યમાં ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ આ વખતે ફ્રાંસમાં શસ્ત્ર પૂજા કરશે કેમ કે તેઓ ફ્રાંસથી રાફેલ લડકૂ વિમાન લાવવા જઈ રહ્યા છે. દશેરા હિન્દુઓનો એક પ્રમુખ તહેવાર છે, ભગવાન રામે આ દિવસે રાવણનો વધ કર્યો હતો અે દેવી દુર્ગાએ નવ રાત્રિ અને દસ દિવસના યુદ્ધ તદુપરાંત મહિષાસુર રાક્ષસને માર્યો હતો.
પહેલું રાફેલ એરક્રાફ્ટ રિસીવ કરવા ફ્રાંસના મેરિગ્નૈક પહોંચ્યા રાજનાથ સિંહ