For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત-ચીન વિવાદ વચ્ચે સરહદ પર 43 પુલ તૈયાર, રાજનાથ સિંહ કરશે ઉદ્ઘાટન

આજે ભારત માટે ઘણો મોટો દિવસ છે કારણકે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દેશની સરહદો પાસેના કુલ 43 પુલોનુ ઉદઘાટન કરવાના છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આજે ભારત માટે ઘણો મોટો દિવસ છે કારણકે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દેશની સરહદો પાસેના સાત અલગ અળગ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 43 પુલોનુ ઉદઘાટન કરવાના છે. આ બધા પુલોનુ ઉદઘાટન આજે સવારે 10.30 વાગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા કરશે. તમને જણાવી દઈએ કે આ બધા પુલોનુ નિર્માણ બ્રિજ બૉર્ડર રોડ ઑર્ગેનાઈઝેશન એટલે કે બીઆરઓએ કર્યુ છે.

ક્યાં ક્યાં છે આ 43 બ્રિજ

ક્યાં ક્યાં છે આ 43 બ્રિજ

10 પુલ જમ્મુ કાશ્મીરમાં છે.
7 પુલ લદ્દાખમાં છે.
2 પુલ હિમાચલ પ્રદેશમાં છે.
4 પુલ પંજાબમાં છે.
8 પુલ ઉત્તરાખંડમાં છે.
8 પુલ અરુણાચલ પ્રદેશમાં છે.
4 પુલ સિક્કિમમાં છે.

ચીન સીમા પર જવા માટે પુલો તૈયાર કરવામાં આવ્યા

ચીન સીમા પર જવા માટે પુલો તૈયાર કરવામાં આવ્યા

તમને જણાવી દઈએ કે ઈ-ઉદ્ઘાટન દરમિયાન હિમાચલ પ્રદેશ, પંજાબ, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને સિક્કિમના મુખ્યમંત્રીઓ સાથે સાથે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના ઉપ રાજ્યપાલ અને બીઆરઓના મહાનિર્દેશક, લેફ્ટનન્ટ જનરલ હરપાલ સિંહ હાજર રહેશે. ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે બીઆરઓએ દિવસ-રાત મહેનત કરીને આ પુલોનુ નિર્માણ કર્યુ છે. તમને જણાવી દઈએ કે આ 43 પુલોમાંથી 22 એકલા ચીન સીમા પર જવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. 3 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સામરિક મહત્વની સુરંગ, રોહતાંગ ટનલનુ ઉદ્ઘાટન કરવાના છે.

અમેરિકાથી ખરીદવામાં આવશે 30 ગાર્ડિયન ડ્રોન

અમેરિકાથી ખરીદવામાં આવશે 30 ગાર્ડિયન ડ્રોન

ઉલ્લેખનીય છે કે ચીન સાથે પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલ ટકરાવ વચ્ચે જ ભારતે અમેરિકાથી એક ખતરનાક હથિયાર ખરીદવાનો નિર્ણય કર્યો છે. ભારત, અમેરિકા પાસેથી 30 MQ-9B ગાર્ડિયન્સ ડ્રોન ખરીદશે. જલ્દી આ ડ્રોન સાથે જોડાયેલ ખરીદ પ્રસ્તાવ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની આગેવાનીવાળી રક્ષા ખરીદ પરિષદમાં રજૂ કરવામાં આવશે. જણાવવામાં આવી રહ્યુ છે કે કોન્ટ્રાક્ટ સાઈન થયા બાદ અમુક સમયની અંદર છ ડ્રોન ભારતને મળી જશે. લગભગ 30 બિલિયન એટલે કે લગભગ 22,000 કરોડની કિંમતે આ ડીલ થવાની છે. હાલમાં જ સંરક્ષણ મંત્રાલયમાં થયેલી ઘણી બેઠક બાદ છ મધ્યમ ઉંચાઈવાળા ડ્રોનની ખરીદીને મંજૂરી મળી છે.

ડ્રગ્ઝ કનેક્શનઃ મુંબઈ પાછી આવશે દીપિકા પાદુકોણ, રકુલ પ્રીત- સિમોન ખંભાતાની પૂછપરછ આજેડ્રગ્ઝ કનેક્શનઃ મુંબઈ પાછી આવશે દીપિકા પાદુકોણ, રકુલ પ્રીત- સિમોન ખંભાતાની પૂછપરછ આજે

English summary
Defence minister Rajnath Singh to innaugurate 43 bridges built in border areas.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X