સંરક્ષણ મંત્રીએ સિમ્યુલેટરમાં બેસીને તેજસ ઉડાવવાનો અનુભવ શેર કર્યો
83 લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ ખરીદવાના છે. જે દરમિયાન શુક્રવારના રોજ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ બેંગ્લોરમાં એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADE) પહોંચ્યા અને ત્યાં ચાલી રહેલી ગતિવિધિઓની સમિક્ષા કરી હતી.
નવી દિલ્હી : આ વર્ષની શરૂઆતમાં મોદી સરકારે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ એક મોટો નિર્ણય લીધો હતો, જેના હેઠળ 83 લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ ખરીદવાના છે. જે દરમિયાન શુક્રવારના રોજ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ બેંગ્લોરમાં એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADE) પહોંચ્યા અને ત્યાં ચાલી રહેલી ગતિવિધિઓની સમિક્ષા કરી હતી. જે બાદ તેમણે તેજસ એલસીએના સિમ્યુલેટરમાં ઉડાન ભરી હતી. રક્ષા મંત્રીએ પોતાના અનુભવને અદ્ભુત ગણાવ્યો છે.

રાજનાથ સિંહે ટ્વિટર પર એક ફોટો શેર કર્યો
રાજનાથ સિંહે ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તેઓ સિમ્યુલેટરમાં બેઠા છે. ત્યાં આગળની સ્ક્રીન તેજસની એચયુડી, હેડ અપ ડિસ્પ્લેથી પ્રગટાવવામાં આવી હતી,જે ફ્લાઇટની ઉંચાઇ અને અન્ય ડેટા દર્શાવે છે.
એક પ્રશિક્ષિત પાયલોટ તેમની બાજુમાં બેઠો હતો, જેણે વિમાનનું નિયંત્રણ સંભાળ્યું હતું. ફોટાની સાથે સંરક્ષણ મંત્રીએલખ્યું કે, બેંગ્લોરમાં એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADE) ફેસિલિટીમાં LCA તેજસ સિમ્યુલેટરમાં ઉડવાનો અનુભવ અદભૂત હતો.
|
રાજનાથ સિંહે ADE ની પણ મુલાકાત લીધી
ઉલ્લેખનીય છે કે, ADE પાસે અત્યાધુનિક UAPs, ફાઈટર એરક્રાફ્ટ માટે ફ્લાઈટ સિસ્ટમ, હેલિકોપ્ટર વગેરે વિકસાવવાની જવાબદારી છે.
સ્વદેશી વિમાન તેજસમાંસ્થાપિત ફ્લાઇટ મેનેજમેન્ટ સિસ્ટમ અહીં વિકસાવવામાં આવી હતી. સંરક્ષણ પ્રધાન વાયુસેનાની રાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેવા માટે બેંગ્લોર પણ ગયા છે, જેના કારણેતેમણે ADE ની પણ મુલાકાત લીધી હતી.
ગત અઠવાડિયે જ રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, સરકારે 2024 સુધીમાં સંરક્ષણ ક્ષેત્રે રૂપિયા 1,75,000 કરોડનાવ્યવસાયનો લક્ષ્યાંક રાખ્યો છે, જેમાં રૂપિયા 35,000 કરોડની નિકાસ શામેલ છે.

10 ટ્રેનર વિમાનો ખરીદવામાં આવશે
ફેબ્રુઆરીમાં મોદી કેબિનેટે વિમાનોની ખરીદી અંગે નિર્ણય લીધો હતો, જેમાં 73 તેજસ એલસીએ અને 10 ટ્રેનર વિમાન (કુલ 83) ની ખરીદીને મંજૂરી આપવામાં આવીહતી.
આ ડીલની કુલ કિંમત 45,696 કરોડ રૂપિયા હશે. તેજસ એક ખૂબ જ હલકો અને ચોથી જનરેશનનું લડાકુ વિમાન છે, જે એક સક્રિય ઇલેક્ટ્રોનિક સ્કેન એરે(AESA) રડાર, ઇલેક્ટ્રોનિક વોરફેર (EW) સ્યુટ સહિત સરળતાથી ઉંચાઈવાળા વિસ્તારોમાં ઉડી શકે છે.
તે હવામાં જ રિફ્યુઅલિંગ કરવા માટે પણ સક્ષમ છે. તેમાંબિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ મિસાઈલ ક્ષમતાઓ અને હવામાંથી સપાટી પર હથિયારો પણ છે.












Click it and Unblock the Notifications
