For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi: સ્કૂલે જતી છાત્રા પર યુવકે ફેંક્યુ એસિડ, હાલત ગંભીર, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

દિલ્લીના દ્વારકામાં આજે સવારે એક ચકચારી ઘટના બની ગઈ છે. એક યુવકે સ્કૂલે જતી છાત્રા પર એસિડ ફેંક્યુ છે.

|
Google Oneindia Gujarati News

Acid Attack On Delhi School Girl: દિલ્લીમાં સ્કૂલે જતી છાત્રા પર એક યુવકે એસિડ ફેંક્યો છે. બુધવારે સવારે 9 વાગે રાજધાનીમાં આ ચકચારી ઘટના બની ગઈ. ઘટનામાં છાત્રાની હાલત ગંભીર છે. તેને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તેની ગંભીર હાલત જોઈને તેને સફદરગંજની હૉસ્પિટલમાં રિફર કરવામાં આવી. મામલાની ગંભીરતા જોઈને દિલ્nr પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

acid attack

દિલ્લી પોલીસના જણાવ્યા મુજબ પોલીસ કંટ્રોલ રૂમને સવારે લગભગ 9 વાગે ફોન આવ્યો કે પોલીસ સ્ટેશન મોહન ગાર્ડન વિસ્તારમાં બે છોકરાઓએ એક સ્કૂલની છોકરી પર એસિડ ફેંકી દીધુ. ઘટનાને અંજામ આપ્યા બાદ બંને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. દિલ્લી પોલીસના હાથમાં એક સીસીટીવી ફૂટેજ પણ છે. જેમાં આ ઘટના કેદ થઈ છે.

નજરે જોનાર સાક્ષીઓના જણાવ્યા મુજબ સાંજે લગભગ 7.30 વાગે છોકરી તેની બહેન સાથે ઉભી હતી ત્યારે બે આરોપીઓ બાઇક પર આવ્યા અને તેના પર એસિડ ફેંકી દીધુ. યુવતીની ઉંમર માત્ર 17 વર્ષની છે. હાલ તેની ગંભીર હાલતમાં સફદરજંગ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ બાળકીની હાલત સ્થિર છે પરંતુ આ વિશે વધુ માહિતી માત્ર ડૉક્ટર જ આપી શકે છે. પ્રાથમિક પૂછપરછમાં યુવતીએ બે લોકોના નામ આપ્યા હતા. જેના આધારે એક શકમંદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

પીડિતાના પિતાએ મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે અમારી નાની દીકરી દોડતી ઘરે આવી અને કહ્યુ કે તેની બહેન પર એસિડ ફેંકવામાં આવ્યો છે. બંને છોકરાઓએ તેમના ચહેરા ઢાંકેલા હતા. તેમની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. એસિડના કારણે તેમની પુત્રીની આંખોને નુકસાન થયુ છે.

દિલ્લી મહિલા આયોગે પણ આ ઘટનાની નોંધ લીધી છે. તેના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ટ્વીટ કર્યુ કે દ્વારકા મોડ પાસે એક સ્કૂલની છોકરી પર એસિડ ફેંકવામાં આવ્યો. પીડિતની મદદ માટે અમારી ટીમ હૉસ્પિટલ પહોંચી રહી છે. દીકરીને ન્યાય અપાવશે. દિલ્લી મહિલા આયોગ દેશમાં એસિડ પર પ્રતિબંધ માટે વર્ષોથી લડત ચલાવી રહ્યુ છે. સરકારો ક્યારે જાગશે?

English summary
Delhi: A boy thrown acid on schoolgirl in Dwarka today morning
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X