For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi Liquor Scam માં દિલ્હી CMનું નામ પણ જોડાયું, EDએ દાખલ કરી ચાર્જશીટ

Delhi Liquor Scam : દિલ્હી દારૂ કૌભાંડમાં EDએ CM અરવિંદ કેજરીવાલ સામે પણ ચાર્જશીટ દાખલ કરી છે. EDએ દાવો કર્યો છે કે, આ કેસમાં કેજરીવાલ પણ સામેલ હતા.

|
Google Oneindia Gujarati News

Delhi Liquor Scam : દિલ્હી દારુ કૌભાંડમાં પહેલીવાર અરવિંદ કેજરીવાલનું નામ પણ જોડાયું છે. EDએ દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર દિલ્હી દારુ કૌભાંડના આરોપીઓ સાથે સાઠગાઠ હોવાનો આરોપ લગાવ્યો છએ. આ મામલે EDએ ચાર્જશીટ દાખલ કરી છે.

જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા સાથે સાથે તેમના નજીકના ગણાતા વિજય નાયર પણ આરોપી છે.

આ સામે અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે, એજન્સી દ્વારા દાખલ કરવામાં આવેલા કેસ બનાવટી છે. જેનો એક માત્ર ઉદ્દેશ્ય સરકારો પાડવાનો છે.

સિસોદિયાના સચિવના નિવેદનના આધારે દાખલ કરાઇ ચાર્જશીટ

સિસોદિયાના સચિવના નિવેદનના આધારે દાખલ કરાઇ ચાર્જશીટ

EDએ દાવો કર્યો છે કે, કેજરીવાલ અને તેમની સરકારના અન્ય સભ્યો વિરુદ્ધ ચાર્જશીટ સિસોદિયાના સચિવ સી અરવિંદના રેકોર્ડ કરેલાનિવેદનોના આધારે દાખલ કરવામાં આવી છે.

પીએમએલએ કોર્ટે ગુરુવારના રોજ ચાર્જશીટની નોંધ લીધી અને તમામ આરોપીઓ સામેઆરોપો ઘડવાની મંજૂરી આપી છે.

વિજય નાયર, ઈન્ડોસ્પિરિટ્સના ચીફ સમીર મહેન્દ્રુ, અન્ય આરોપીઓ અને અનેક કંપનીઓ વિરુદ્ધચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

ગોવાની ચૂંટણીમાં કરાયો કૌભાંડના નાણાંનો ઉપયોગ

ગોવાની ચૂંટણીમાં કરાયો કૌભાંડના નાણાંનો ઉપયોગ

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, EDએ ચાર્જશીટમાં દાવો કર્યો છે કે, તેમને દિલ્હીની નવી એક્સાઈઝ પોલિસીનો ફાયદો ઉઠાવીરહેલા લિકર કાર્ટેલ પાસેથી 100 કરોડ રૂપિયાની કથિત લાંચની જાણકારી મળી છે. આ લાંચના પૈસાનો ઉપયોગ AAP નેતાઓએ કર્યોહતો.

આ દારૂ કૌભાંડનો માસ્ટર માઈન્ડ દિલ્હી સરકારનો એક મંત્રી હતો. એજન્સીએ જણાવ્યું હતું કે, કેટલીક ગતિવિધિઓની મદદથી રોકડનોએક ભાગ શોધી કાઢવામાં આવ્યો છે.

EDએ જણાવ્યું છે કે, delhi liquor scam માં મળેલા 100 કરોડ રૂપિયા AAP દ્વારા ગોવાની ચૂંટણીમાં વાપરવામાં આવ્યા હતા. આદાવો ED દ્વારા દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા આરોપી છે, તે કેસમાં તેની બીજી ચાર્જશીટમાં કરવામાં આવ્યો છે.

શું છે કેજરીવાલની લિંક?

શું છે કેજરીવાલની લિંક?

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં જણાવાયું છે કે, ઈડીએ સ્પેશિયલ કોર્ટમાં આરોપીઓ અને તેમના સહયોગીઓ દ્વારા મોટા પાયે પુરાવાનોનાશ કરવાનો પણ આક્ષેપ કર્યો છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે, સિસોદિયાએ ડઝનેક વખત પોતાના ફોન બદલ્યા અને અન્યના નામ પરલીધેલા સિમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો.

EDએ જણાવ્યું છે કે, તેમના રેકોર્ડ કરેલા નિવેદનમાં, ડેનિક્સ ઓફિસર અરવિંદે જણાવ્યું છે કે, તેમને તેમના બોસ સિસોદિયા દ્વારાકેજરીવાલના નિવાસસ્થાને બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને એક મીટિંગમાં એક્સાઇઝ પોલિસી પરના મંત્રીઓના અહેવાલનો ડ્રાફ્ટસોંપવામાં આવ્યો હતો.

તેમણે જણાવ્યું કે, આ બેઠકમાં દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન પણ હાજર હતા. ઉલ્લેખનીય છે કે, સત્યેન્દ્ર જૈનહાલ મની લોન્ડરિંગ કેસમાં જેલમાં છે.

કેજરીવાલે ફગાવી દીધા આરોપો

કેજરીવાલે ફગાવી દીધા આરોપો

દિલ્હીના મુખ્યમંત્રીએ EDની ચાર્જશીટને ફગાવી દેતા જણાવ્યું હતું કે, EDએ વર્તમાન સરકારના કાર્યકાળ દરમિયાન 5,000 ચાર્જશીટદાખલ કરી છે. કેટલા લોકોને સજા થઈ? ED દ્વારા નોંધાયેલા તમામ કેસો નકલી છે. તેનો ઉપયોગ સરકારને પાડવા અથવા બનાવવા માટેકરવામાં આવે છે.ED ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખેડવા માટે કેસ નોંધતું નથી, પણ ED ધારાસભ્યોને ખરીદવા, સરકારોને તોડવા માટેઆવું કરે છે. હાલ તો EDની ચાર્જશીટ પર સવાલ ઉઠી રહ્યા છે.

English summary
Delhi CM kejriwal name linked in Delhi Liquor Scam, ED files charge sheet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X