દિલ્હી ગેંગરેપ: કોર્ટમાં આજે ચાર્જશીટ દાખલ કરશે પોલીસ

આ વાતની પૂરી સંભાવના છે કે સાકેત સ્થિત ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસની સુનવણી આજથી શરૂ થઇ જશે. આજે સાકેત કોર્ટમાં રજૂ કરાશે ઇ-ચાર્જશીટ. છ આરોપીઓની સામે કુલ મળીને 9 ધારાઓ અંતર્ગત ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. અત્યાર સુધી 35થી વધારે સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપ પત્રની ગુપ્તતા જાળવી રાખતા ત્વરિત સુનવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં દાખલ કરવામાં આવશે. આરોપત્રમાં 35 સાક્ષીઓને સામેલ કરાયા છે, અને તેના દ્વારા આખા કેસની તપાસ કરવામાં આવશે. ચાર્જશીટમાં બસ ચાલક રામસિંહ અને પાંચ અન્ય આરોપીઓની સામે હત્યા, લૂંટ, સામૂહિક બળાત્કાર અને છેડછેડ જેવા ગંભીર આરોપો લગાવામાં આવ્યા છે. ઉપરાંત તેમની પર પીડિતા અને તેના મિત્રને બસથી કચડવાનો પણ પ્રયત્ન કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે સાકેત સ્થિત જિલ્લા અદાલતમાં બુધવારે ફાસ્ટ ટ્રેક કોર્ટનું ગઠન કરવામાં આવ્યું છે. હવે આ કોર્ટમાં રોજ સુનવણી કરવામાં આવશે. ફરિયાદી પક્ષના અનુસાર આ મામલાની સુનવણી એક માસમાં પૂરી કરવાનો પ્રયાસ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
