ગેંગરેપ: હાઇકોર્ટ દ્વારા દિલ્હી પોલીસની ઝાટકણી, કર્યા ગંભીર સવાલો

સાથે સાથે કોર્ટે આદેશ આપ્યો કે સરકાર એ સુનિચ્છિત કરે કે દિલ્હીના રસ્તાઓ પર વધારેમાં વધારે પીસીઆર વાન ઉપલબ્ધ રહે. કોર્ટે જણાવ્યું કે સરકાર પીસીઆર વાનની સંખ્યામાં વધારો કરવા અંગે વિચારે. દિલ્હીમાં અત્યારે 617 પીસીઆર વાન છે, જેમાંથી 74 માર્ગો પર નથી. ઉપરાંત કોર્ટે ગાડિયોના કાચ પરથી બ્લેક ફિલ્મ ઉતારવાનો આદેશ આપ્યો.
બુધવારે પણ મામલાની સુનવણી દરમિયાન પોલીસને હાઇકોર્ટે જોરદાર ફટકાર આપી. કોર્ટો પોલીસ કમિશ્નરને આ મામલે કેમ જવાબદાર ઠેરવ્યા નથી. કોર્ટે પૂછ્યું કે શું આ મામલે ટ્રાફિકના જોઇન્ટ કમિશ્નરની જવાબદારી નથી બનતી? દિલ્હી ગેંગરેપ મામલે સુઓમોટો લઇને સુનવણી કરી દિલ્હી પોલીસને જોરદાર ફટકાર આપી છે.
કોર્ટે વધુમાં પૂછ્યું કે આદેશ છતાં ઘટનાના દિવસે ડ્યુટી પર હાજર પોલીસ કર્મીઓનું લીસ્ટ કેમ આપ્યું નથી. પહેલા પોલીસે વિસ્તારમાં ત્રણ પીસીઆર વાનની વાત કરી હતી, પરંતુ હવે તે બે કઇ રીતે થઇ ગઇ? પીસીઆરના માત્ર એસીપી જ શા માટે સસ્પેન્ડ કરાયા? ડિસીપી અથવા કમિશ્નર પર કાર્યવાહી કેમ થઇ નથી? કોર્ટે જણાવ્યું કે આવામાં માત્ર એરિયા ટ્રાફિક એસીપી જ શા માટે જવાબદાર, ડીસીપી અથવા ટ્રાફિક હેડ જોઇન્ટ કમિશ્નર પર કાર્યવાહી કેમ નહીં? હાઇકોર્ટે ઝાટકણી કાઢતા જણાવ્યું કે કાનૂન-વ્યવસ્થાને લાગૂ કરનારી એજન્સીઓ સતર્ક રહેત તો એ રાત્રે આ ઘટનાને ટાળી શકાત.












Click it and Unblock the Notifications
