દિલ્હી સામુહિક બળાત્કારઃ પીડિતાએ નોંધાવ્યું નિવેદન

gangrape
નવીદિલ્હી, 22 ડિસેમ્બરઃ દિલ્હીમાં ચાલતી બસમાં સામુહિક બળાત્કારનો શિકાર બનેલી 23 વર્ષીય યુવતીએ પોતાની સાથે 16 ડિસેમ્બરે ઘટેલી ઘટના અંગે એસડીએમ સમક્ષ શનિવારે નિવેદન નોંધાવ્યું છે.

પોલીસના એક અધિકારીએ કહ્યું કે પીડિતાએ આખી ઘટના અંગે એસડીએમને જાણકારી આપી છે.

પોલીસ અધિકારીએ કહ્યું કે હવે તેનું નિવેદન ન્યાયાલયમાં રજૂ કરવામાં આવી શકે છે. સફદરજંગ હોસ્પિટલમાં દાખલ પીડિતાની હાલત હજુ પણ નાજૂક છે.

નોંધનીય છે કે ગયા રવિવારે રાત્રે એક ખાનગી બસમાં એ સમયે યુવતી સાથે મારપીટ અને સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો, જ્યારે તે તેના મિત્ર સાથે ફિલ્મ જોઇને પરત ફરી રહી હતી.

સામુહિક બળાત્કારની ઘટનાના વિરોધમાં રાષ્ટ્રીય રાજધાનીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શને શનિવારને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને આસું ગેસના ગોળા છોડવામાં આવ્યા છે. દિલ્હી સામુહિક બળાત્કાર વિરુદ્ધ લોકોના ગુસ્સાની અસર થઇ છે. ગૃહ સચિવ અને દિલ્હી પોલીસ કમિશનરે એક પત્રકાર પરિષદમાં કહ્યું છે કે દોષીઓ વિરુદ્ધ આજીવન કેદની માંગ કરવામાં આવશે અને ટૂંક સમયમાં ચાર્જસીટ દાખલ કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X