For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલની ઑફિસમાં CBIની રેડ

By Kalpesh L Kandoriya
|
Google Oneindia Gujarati News

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઑફિસમાં સીબીઆઇ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ સમાચારની પૃષ્ટિ કરવામાં આવી છે. સીએમ ઑફિસમાં કાર્યરત એક અધિકારી અંગેના દસ્તાવેજો એકઠા કરવા માટે રેડ પાડવામાં આવી હતી.

Arvind Kejarival

કેજરીવાલે ટ્વીટ કરી જણાવ્યું હતું કે સીબીઆઇ દ્વારા મારી ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા છે અને ઑફિસ સીલ કરવામાં આવી છે. ઘટનાને પગલે કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. અરવિંદ કેજરીવાલે નરેન્દ્ર મોદીને કાયર કહી મનોરોગી જણાવ્યા હતા.

સીબીઆઇનું કહેવું છે કે, સીએમના દસ્તાવેજ ફંફોરવા માટે નહોતી કરવામાં આવી, સીએમ ઑફિસમાં કામ કરતા અધિકારી રાજનેન્દ્ર કુમારની ઑફિસમાં રેડ પાડવામાં આવી હતી. રાજેન્દ્ર કુમાર પર અમુક કંપનીઓને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

'આપ'ના પ્રવક્તા આશુતોષની પ્રતિક્રિયા
ભૂતપૂર્વ પત્રકાર અને આમ આદમી પાર્ટીના પ્રવક્તા આશુતોષે આ ઘટનાને વખોળી કાઢી છે. કહ્યું કે, કોઇ પણ મુખ્યમંત્રીની ઓફિસમાં આવી રીતે રેડ પાડવી એ શર્મનાક છે. આ મામલે મુખ્યમંત્રીને કોઇ માહિતી નહોતી આપવામાં આવી. આ ઘટનાને મોદી દ્વારા કરવામાં આવતી બદલાની રાજનીતિ ગણાવી હતી. ત્યારે આશુતોષે મોદીને સવાલ કર્યો હતો કે "વ્યાપમ જેવા કૌભાંડ થઇ ગયાં, ત્યારે અત્યાર સુધીમાં ક્યારેય શિવરાજ સિંહ ચૌહાણના ઘર કે ઑફિસમાં દરોડા પાડવામાં આવ્યા? લલિતગેટ મામલે વસુંધરા રાજેના ઓફિસને કેમ સીલ ન કરવામાં આવી? જો આ રેડ અધિકારી વિરુદ્ધ હતી તો મુખ્યમંત્રીને જણાવવાની તસ્દી શા માટે ન લેવાઇ?"

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં રેલવે દ્વારા દબાણ હટાવતાં ઝૂંપડપટ્ટીમાં રહેતી એક બાળકીનું મોત થયું હતું. જેને પગલે કેજરીવાલે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવી આ બાળકીના મોતનું કારણ કેન્દ્રને ગણાવી હતી. આ ઘટનાનો કેજરીવાલે જોરશોરથી વિરોધ કર્યો હતો.

કેજરીવાલે કરેલાં ટ્વીટ

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X