For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોટી રાહતઃ દિલ્લીમાં 8 રૂપિયા સસ્તુ થયુ પેટ્રોલ, કેજરીવાલ સરકારે ઘટાડ્યો વેટ

દેશમાં વધતી મોંઘવારી વચ્ચે અરવિંદ કેજરીવાલ સરકારે દિલ્લીવાસીઓને મોટી રાહત આપી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં વધતી મોંઘવારી વચ્ચે અરવિંદ કેજરીવાલ સરકારે દિલ્લીવાસીઓને મોટી રાહત આપી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પેટ્રોલ પર વેટના દરોમાં પ્રતિ લિટર 8 રુપિયાનો ઘટાડો કર્યો છે જેના કારણે ઈંધણની કિંમતોમાં થોડો ઘટાડો થશે. પેટ્રોલના ભાવ પર નવા દરો આજે રાતથી લાગુ થશે. તમને જણાવી દઈએ કે દિલ્લીમાં પેટ્રોલ અત્યારે 103.90 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યુ છે.

delhi cm

ઉલ્લેખનીય છે કે દિવાળીના એક દિવસ બાદ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવમાં થોડી રાહત આપવા માટે એક્સાઈઝ ડ્યુટીમાં 5 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ત્યારબાદ ઘણા ભાજપ શાસિત રાજ્યોએ પણ પોતાના ટેક્સમાં ઘટાડો કરીને ઈંધણની કિંમતોને નીચે લાવવાની કોશિશ કરી. સૌથી પહેલા યુપી-હરિયાણાએ પોતાના વેટમાં ઘટાડો કરીને જનતાને રાહત આપી હતી. હવે દિલ્લી સરકારે પણ પોતાના વેટમાં ઘટાડો કર્યો છે ત્યારબાદ પેટ્રોલની કિંમતો હવે 100 રૂપિયાના આંકડાની નીચે આવી જશે.

તમને જણાવી દઈએ કે હવે ઉત્તર પ્રદેશ અને એનસીઆરના મુકાબલે દિલ્લીમાં પણ સસ્તુ પેટ્રોલ મળવા લાગશે. સીએમ યોગી દ્વારા વેટમમાં ઘટાડા બાદ વર્તમાનમાં પેટ્રોલ 95.90 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યુ છે. આવનારા દિવસોમાં જો દિલ્લીમાં પેટ્રોલ સસ્તુ થશે તો ભાવ ઉત્તર પ્રદેશથી પણ ઓછા થઈ જશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 29 દિવસોથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં કોઈ વધારો થયો નથી. વળી, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવોમાં સતત ઘટાડો ચાલુ છે. મંગળવાર સુધી બ્રેંટ ક્રૂડની કિંમતોમાં 3.91 ટકાનો ઘટાડો જોવા મળ્યો. જો આ જ સ્થિતિ ચાલુ રહી તો આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તુ થઈ શકે છે. દિલ્લીમાં ડીઝલના ભાવની વાત કરીએ તો તે 86.67 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યુ છે.

English summary
Delhi government reduces VAT rate on Petrol by Rs 8 per litre
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X