ગુડિયા ગેંગરેપઃ પ્રાઈવેટ પાર્ટમાં નાખી હતી મિણબત્તી-કાચની બોટલ, 6 વર્ષ બાદ મળ્યો ન્યાય
વર્ષ 2013માં પાંચ વર્ષની ગુડિયાનુ અપહરણ કરીને તેનો ગેંગરેપ કરનાર બંને નરાધમોને પૉક્સો અદાલતે દોષીત જાહેર કરી દીધા છે. કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવીને ટિપ્પણી કરી હતી, 'આપણા સમાજમાં ઘણા ઉત્સવોના પ્રસંગે નાની બાળકીઓને મા દૂર્ગા તરીકે પૂજવામાં આવે છે પરંતુ આ કેસમાં પીડિત બાળકીએ અસામાન્ય નીચતા અને અત્યાધુનિક ક્રૂરતાનો અનુભવ કર્યો.' હવે 30 જાન્યુઆરીએ બંનેની સજા પર દલીલો થશે.

બે દિવસ સુધી બંધક બનાવી કર્યુ હતુ દુષ્કર્મ
પૂર્વ દિલ્લીના ગાંધીનગર વિસ્તારમાં 15 એપ્રિલ 2013નો રોજ મનોજ કુમાર શાહ અને પ્રદીપે પાંચ વર્ષની ગુડિયાનુ તેના ઘર પાસે રમતી વખતે ફોસલાવીને અપહરણ કરી લીધુ હતુ. મનોજના રૂમમાં બાળકીને બંધક બનાવીને બંનેએ લગભગ બે દિવસ સુધી ઘણી વાર રેપ કર્યો. એટલુ જ નહિ હેવાનિયતની બધી હદો પાર કરીને તેના પ્રાઈવેટ પાર્ટમાં મિણબત્તીઓ અને કાચની બોટલ નાખીને ભાગી ગયા હતા. ગાયબ થયા બાદ લગભગ 40 કલાક બાદ બહારથી તાળુ લાગેલા મનોજના રૂમમાંથી અવાજ આવતો સાંભળીને લોકો ત્યાં પહોંચ્યા, તાળુ તોડીને જોયુ તો બાળકી અંદર હતી. તે ખૂબ જ નાજુક સ્થિતિમાં હતી. પોલિસે બંને આરોપીઓને બિહારના મુઝફ્ફરપુર તેમજ દરભંગામાં તેમના સંબંધીઓના ત્યાંથી પકડ્યા હતા.

છ વર્ષ બાદ મળ્યો ન્યાય
ગુડિયાને નીચલી અદાલતમાંથી ન્યાય મળવામાં જ છ વર્ષ લાગી ગયા. આ દરમિયાન સાતે જજે સુનાવણી કરી અને ફરિયાદી પક્ષે 57 સાક્ષીઓ રજૂ કર્યા. આરોપીઓની સાક્ષીમાં જ અદાલતને 5 ડિસેમ્બર, 2018થી 25 સપ્ટેમ્બર, 2019 સુધી લગભગ એક વર્ષનો સમય લાગ્યો. કોર્ટે બંને આરોપીઓને આઈપીસીની ધારાઓ હેઠળ સગીર સાથે દુષ્કર્મ, અપ્રાકૃતિક કૃત્ય, અપહરણ, હત્યાનો પ્રયાસ, પુરાવાઓ સાથે છેડછાડ અને ખોટા ઈરાદાથી બંધક બનાવવાના દોષી માન્યા છે. સાથે જ તેમણે પૉક્સો એક્ટ હેઠળ ગંભીર યૌનશોષણ કેસમાં પણ દોષી માન્યા છે જેના માટે મહત્તમ આજીવન કેદની સજાની જોગવાઈ છે.

કોર્ટે શું કહ્યુ?
કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવતા પહેલા કહ્યુ કે, ‘આ ઘટના દરમિયાન પીડિત બાળકી સાથે સૌથી અસંગત અને વિકૃત વ્યવહાર કરવામાં આવ્યો, જેના વિશે માલુમ પડવા પર આખા સમાજની અંતરાત્મા હલી ગઈ હતી. જજે કહ્યુ કે બાળકી માટે આ ઘટના ખૂબ જ પીડાદાયક અને ભયાનક રહી. કોર્ટે બાળકી સાથે હેવાનિયત કરનાર બંને આરોપીઓને બાળકીના અપહરણ અને દુષ્કર્મ માટે દોષી ગણે છે.'
આ પણ વાંચોઃ બે બાળકો માટે આપેલા નિવેદન પર મોહન ભાગવતે હવે કહી આ વાત