For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેરિટલ રેપ પર દિલ્લી હાઈકોર્ટ આજે સંભળાવશે મહત્વનો ચુકાદો, જાણો શું છે સમગ્ર મામલો

લગ્ન પછી શું પત્ની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બનાવવો એ બળાત્કાર છે? આના પર દિલ્લી હાઈકોર્ટ સુનાવણી કરી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ લગ્ન પછી શું પત્ની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બનાવવો એ બળાત્કાર છે? આના પર દિલ્લી હાઈકોર્ટ સુનાવણી કરી રહ્યુ છે. આજે કોર્ટ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવી શકે છે. કોર્ટમાં જે અરજી દાખલ કરવામાં આવી છે તેમાં આઈપીસી હેઠળ વૈવાહિક રેપને રેપ ન માનવાને પડકારવામાં આવ્યુ છે. આઈપીસીની કલમ 375-2ને કોર્ટમાં પડકારવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યુ છે કે લગ્ન પછી પતિની ઉંમર 15 વર્ષથી ઉપર હોય અને તે પત્ની સાથે બળજબરીથી સંબંધ બનાવે તો તેને રેપ ન કહી શકાય.

court

જસ્ટીસ રાજીવ શખધર અને સી હરિશંખર આ અરજી પર સુનાવણી કરી રહ્યા છે. હાઈકોર્ટની બેંચ આજે આ અરજી પર પોતાનો ચુકાદો સંભળાવશે. આ સમગ્ર મામલે ચાર અરજીઓ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે જેમાં મેરિટલ રેપને ગુનાની શ્રેણીમાં લાવવાની માંગ કરવામાં આવી છે. એક અરજી દાખલ કરવામાં આવી છે તે ઑલ ઈન્ડિયા ડેમોક્રેટિક વુમન્સ અસોસિએશનની ચાર મહિલાઓએ દાખલ કરી છે. વાસ્તવમાં, 2017માં ખુશબુ સૈફી સાથે લગ્ન બાદ રેપ થયો હતો. ત્યારબાદ કોર્ટમાં આને લઈને અરજી દાખલ કરવામાં આવી હતી.

પુરુષોના અધિકાર માટે લડતી સંસ્થાએ પણ આ મામલે ત્રણ અરજીઓ દિલ્લી હાઈકોર્ટમાં દાખલ કરી છે. અલગ-અલગ આધારને તર્ક બનાવીને સંસ્થા તરફથી કહેવામાં આવ્યુ છે કે લગ્ન પછી શારીરિક સંબંધ બનાવવાને રેપની શ્રેણીમાં ન લાવી શકાય. જો આને ગુનાની શ્રેણીમાં લાવવામાં આવ્યુ તો પુરુષ સામે ખોટા કેસ નોંધાશે, આ કાયદાનો ખોટો ઉપયોગ થશે અને લગ્ન પછી પરિવાર બરબાદ થઈ જશે.

અરજીકર્તાની માંગ છે કે આઈપીસીની કલમમાં ગુનાની ધારાને ખતમ કરવામાં આવે. તેમનો તર્ક છેલ કે સ્વાભિમાનનો અધિકાર હોવો જોઈએ. આ મહિલાની ગોપનીયતાનુ હનન છે. તેને અધિકાર હોવો જોઈએ ક તે પોતાના શરીરને પોતાની મરજીથી જેની સાથે ઈચ્છે સંબંધ બનાવે. લગ્ન પછી મહિલાઓનો ના કહેવાનો મૌલિક અધિકાર ખતમ થઈ જાય છે જ્યારે અપરિણીત મહિલા કે પછી વિધવા મહિલા પાસે આ અધિકાર હોય છે.

English summary
Delhi High court to pronounce its decision on marital rape plea.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X