For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાંઝાવલા કેસમાં વધુ એક CCTV ફૂટેજ આવ્યો સામે, સ્કુટી પર એક છોકરા સાથે નજરે આવ્યા નિધિ અને અંજલી

દિલ્હીના કાંઝાવાલા કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે અને નવા નવા CCTV વીડિયો સામે આવી રહ્યા છે. કાંઝાવાલા કેસમાં શુક્રવારે વધુ એક સીસીટીવી વીડિયો સામે આવ્યો છે, જે 31મી ડિસેમ્બરે સાંજે 7.30 વાગ્યાનો હોવાનું કહેવાય છે.

|
Google Oneindia Gujarati News

દિલ્હીના કાંઝાવાલા કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે અને નવા નવા CCTV વીડિયો સામે આવી રહ્યા છે. કાંઝાવાલા કેસમાં શુક્રવારે વધુ એક સીસીટીવી વીડિયો સામે આવ્યો છે, જે 31મી ડિસેમ્બરે સાંજે 7.30 વાગ્યાનો હોવાનું કહેવાય છે. આ નવા CCTV વીડિયોમાં કાંઝાવાલા અકસ્માતનો ભોગ બનેલી અંજલી સિંહ અને તેની મિત્ર નિધિ જોવા મળે છે. સ્કૂટી એક છોકરો ચલાવતો દેખાય છે અને ગુલાબી જેકેટમાં અંજલી અને લાલ જેકેટમાં નિધિ વચ્ચે બેઠી છે. વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

CCTV ફુટેજમાં શું છે?

CCTV ફુટેજમાં શું છે?

સીસીટીવી વીડિયોમાં જોવા મળે છે કે અંજલી અને નિધિ પહેલા સ્કૂટી પરથી ઉતરે છે. પછી નિધિ એક ગલીની અંદર જાય છે. ત્યારપછી અંજલી રસ્તા પર ઉભી થોડીવાર છોકરા સાથે વાત કરતી જોવા મળે છે. પછી અંજલી પણ એ જ ગલીમાં જાય છે જ્યાં નિધિ અગાઉ ગઈ હતી અને પછી તે છોકરો સ્કૂટી ચલાવીને ત્યાંથી નીકળી જાય છે.

પોલીસે નિધિ અને તેના મિત્રને પુછપરછ માટે બોલાવ્યા

પોલીસે નિધિ અને તેના મિત્રને પુછપરછ માટે બોલાવ્યા

દિલ્હી પોલીસે વધુ પૂછપરછ માટે આજે અંજલિની મિત્ર નિધિને તેના ઘરેથી ઝડપી લીધી છે. આ સિવાય દિલ્હી પોલીસે એક છોકરાને પણ પૂછપરછ માટે બોલાવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે તે નિધિનો મિત્ર છે. જોકે, અનેક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે દિલ્હી પોલીસે નિધિની ધરપકડ કરી છે. જે બાદ દિલ્હી પોલીસે કહ્યું કે તેઓએ નિધિની ધરપકડ કરી નથી પરંતુ તેને પૂછપરછ માટે લઈ ગઈ છે.

પોલીસે કારના માલિકને કર્યો ગિરફ્તાર, કુલ 7 આરોપી

કાંઝાવાલા કેસમાં પોલીસ હવે કહે છે કે આરોપી પાંચ નહીં પણ સાત છે. દિલ્હી પોલીસે સીસીટીવીના આધારે વધુ બે લોકોને શોધી કાઢ્યા છે. એટલે કે આરોપીઓ પાંચ નહીં પણ સાત આરોપી છે. બાકીના બે આરોપી, કારના માલિક અને આરોપીના મિત્ર આશુતોષે સત્ય છુપાવવાનો પ્રયાસ કર્યો અને ગુનેગારોને બચાવવામાં મદદ કરી. દિલ્હી પોલીસે આ કેસના છઠ્ઠા આરોપી આશુતોષની ધરપકડ કરી છે. આ આશુતોષની કાર હતી જેની નીચે મૃતક મહિલાને ઘસેડવામાં આવી હતી.

English summary
Delhi Hit ANd Run Case: Another CCTV footage in the Kanjhewala case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X