For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi-NCR Pollution: દિલ્લીના પ્રદૂષણમાં સુધારો નહિ, પારો ગગડ્યો

સોમવારે પણ દિલ્લી-એનસીઆરની હવામાં કોઈ સુધારો થયો નથી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સોમવારે પણ દિલ્લી-એનસીઆરની હવામાં કોઈ સુધારો થયો નથી. આજે પણ અહીં એર ક્વૉલિટી ઈંડેક્સ(AQI) 256 ખરાબ શ્રેણીમાં જ છે. જો કે વાયુ ગુણવત્તા અને હવામાન પૂર્વાનુમાન અને અનુસંધાન પ્રણાલી(SAFAR)એ કહ્યુ છે કે સ્થિતિ બદલાઈ છે પરંતુ સુધારો હજુ થયો નથી. જ્યાં એક તરફ પ્રદૂષણની મારથી લોકો દુઃખી છે ત્યાં બીજી તરફ હવે ઠંડીએ દિલ્લીમાં પોતાનુ અસલી રૂપ બતાવવાનુ શરૂ કરી દીધુ છે. રાજધાનીના તાપમાનમાં સતત ઘટાડો ચાલુ છે.

લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધવામાં આવ્યુ

લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધવામાં આવ્યુ

આજે સવારે દિલ્લીની લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી અને મહત્તમ તાપમાન 21 ડિગ્રી નોંધવામાં આવ્યુ. આઈએમડીએ કહ્યુ કે હવે આવનારા દિવસોમાં તાપમાનમાં આમ જ ઘટાડો ચાલુ રહેશે અને ઠંડી વધશે. વધતી ઠંડીના કારણે લોકો સવાર-સવારમાં આગ તાપતા જોવા મળ્યા. રવિવારે ઋતુનુ અત્યાર સુધી સૌથી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યુ હતુ. કાલે અહીં સવારના સમયે પારો 6.4 ડિગ્રી સેલ્સિયસ હતો.

આ હતી આજે સવારે દિલ્લીમાં AQIની સ્થિતિ

આ હતી આજે સવારે દિલ્લીમાં AQIની સ્થિતિ

પૂસા, દિલ્લી IMD - પશ્ચિમ દિલ્લી - 277 AQI - ખરાબ
પૂસા, દિલ્લી DPCC - પશ્ચિમ દિલ્લી - 240 AQI - ખરાબ
શાદીપુર, દિલ્લી - પશ્ચિમ દિલ્લી - 242 AQI - ખૂબ ખરાબ
દિલ્લી મિલ્ક સ્કીમ કૉલોની - 269 AQI - ખૂબ ખરાબ
અશોક વિહાર, દિલ્લી - 273 AQI - ખૂબ ખરાબ
એનએસઆઈટી, દ્વારકા, દિલ્લી - 271 AQI - ગંભીર
લોધી રોડમાં એર ક્વૉલિટી ઈંડેક્સ(AQI) 262 (ખરાબ) શ્રેણી

રવિવારે મુખ્ય શહેરોનો AQI રેકૉર્ડ નીચે મુજબ રહ્યો(યુપી-હરિયાણા)માં પણ સ્થિતિ ખરાબ)

રવિવારે મુખ્ય શહેરોનો AQI રેકૉર્ડ નીચે મુજબ રહ્યો(યુપી-હરિયાણા)માં પણ સ્થિતિ ખરાબ)

ગુરુગ્રામમાં AQI 312
ફરીદાબાદમાં AQI 315
ગાઝિયાબાદમાં AQI 338
ગ્રેટર નોઈડામાં AQI 305
મુરાદાબાદમાં AQI 316
આગ્રામાં AQI 318
જયપુરમાં AQI 219
લખનઉમાં AQI 212
અંબાલામાં AQI 248

ખાસ વાતો

PM10 કે પર્ટિક્યુલેટ મેટર કહેવામાં આવે છે કે જે વાયુમાં હાજર ઠોસ કણો અને તરલ ટીપાંનુ મિશ્રણ હોય છે.
AQI એક સંખ્યા છે જેનો ઉપયોગ સરકારી એજન્સીઓ દ્વારા વાયુ પ્રદૂષણના સ્તરને બતાવવા માટે કરે છે.

English summary
Delhi-NCR Pollution: AQI at 256 overall in the 'poor' category and minimum temperature at 13 degrees Celsius
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X