For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Boys Locker Room: દિલ્લી પોલિસને મળી માહિતી, બધા સભ્યોની થઈ ઓળખ

બૉય્ઝ લૉકર રૂમ બાબતે દિલ્લી પોલિસને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામથી અમુક મૂળભૂત માહિતી મળી છે.

|
Google Oneindia Gujarati News

બૉય્ઝ લૉકર રૂમ બાબતે દિલ્લી પોલિસને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામથી અમુક મૂળભૂત માહિતી મળી છે. આ બાબતની તપાસ સાઈબર સેલ કરી રહ્યુ છે જેણે ગ્રુપ ચેટના 27 સભ્યોની ઓળખ કરી લીધી છે. આ પહેલા ગ્રુપના સાત સભ્યોની ઓળખ તેમની નકલી ઓળખ અને વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્કના ઉપયોગના કારણે જાણી શકાઈ નહોતી. દસ દિવસની અંદર ગ્રુપના ચાર વયસ્ક સભ્યોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા. તેમણે બધાની ઓળખ કરી પરંતુ સાત અન્ય વિશે જણાવી શક્યા નહિ. તેમને એ પણ ખબર નહિ કે આ સાતેને ગ્રુપમાં કોણે શામેલ કર્યા હતા.

phone

આ અઠવાડિયે ઈન્સ્ટાગ્રામે સસ્ક્રાઈબર સંબંધિત માહિતી આપી છે. ઈન્સ્ટાગ્રામે જે માહિતી આપી છે તે અકાઉન્ટ બનાવતી વખતે યુઝરે જે કંઈ પણ નોંધ્યુ હતુ તે જ છે. આ સાથે જ ઈન્ટરનેટ પ્રોટોકૉલ રિપોર્ટ પણ શેર કરવામાં આવ્યો છે. સૂત્રોનુ કહેવુ છે કે દિલ્લી પોલિસે ચેટ ગ્રુપના કન્ટેન્ટને પણ શેર કરવા કહ્યુ છે. તે સોશિયલ મીડિયા જાયન્ટને સભ્યો દ્વારા શેર કરવામાં આવેલ ફોટા સહિત બાકી કન્ટેન્ટ મળવાની રાહ જોઈ રહ્યા છે. હવે ઓળખાયેલા સાત લોકોમાંથી બે એનસીઆની બહારના છે.

પોલિસે આ યુવકો સાથે ફોન પર વાત કરી છે અને નોટિસ જારી કરી છે. આ તપાસમાં સહયોગ કરવા માટે કહેવામાં આવશે. તેમની તપાસની તારીખ લૉકડાઉનના નિર્ણય પર નિર્ભર કરશે. પોલિસે એક વાર ફરીથી સ્પષ્ટ કર્યુ કે સ્નેપચેટનો સ્ક્રીનશૉટ બૉય્ઝ લોકર રૂમ કેસ સાથે મિક્સ થઈ ગયો હતો. જ્યારે બૉય્ઝ લૉકર રૂમના સભ્યોએ પોતાના સહપાઠીઓના યૌન ઉત્પીડનની ચર્ચા કરી નહોતી પરંતુ હવે તેમના પર આ ફોટા શેર કરવાનો આરોપ છે જેના પર તેમણે ચર્ચા કરી છે. આમાં બૉડી શેમિંગ અને મૉર્ફ્ડ ફોટા પણ શામેલ છે. અત્યાર સુધી એક આરોપીને પકડવામાં આવ્યો છે અને એક સગીરને પણ પકડવામાં આવ્યો છે.

આજથી WHOની મીટિંગ, કોરોના વાયરસ પર તપાસની માંગ કરી રહેલ 62 દેશોને ભારતનુ સમર્થનઆજથી WHOની મીટિંગ, કોરોના વાયરસ પર તપાસની માંગ કરી રહેલ 62 દેશોને ભારતનુ સમર્થન

English summary
delhi police gets basic information from instagram in boys bois locker room case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X