For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજથી દિલ્લીમાં આ તમામ વસ્તુઓ પર રહેશે પ્રતિબંધ, સુરક્ષા વધારાઈ

ગણતંત્ર દિવસના પ્રસંગે દેશની રાજધાનીની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ગણતંત્ર દિવસના પ્રસંગે દેશની રાજધાનીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગણતંત્ર દિવસના કાર્યક્રમને જોતા સુરક્ષાકર્મી કોઈ પણ પ્રકારનુ જોખમ નથી લેવા માંગતા. વાસ્તવમાં ખુફિયા વિભાગે ગણતંત્ર દિવસને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યુ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વીવીઆઈને નિશાન બનાવવામાં આવી શકે છે. એવામાં સુરક્ષાને જોતા દિલ્લીમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને ખૂણે-ખૂણે નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજથી દિલ્લીમાં ડ્રોન, પેરાગ્લાઈડર, ગરમ હવાના ફૂગ્ગા સહિત કોઈ પણ પ્રકારના બિન પરંપરાગત હાઈ પ્લેટફૉર્મ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

rajpath

દિલ્લી પ્રશાસને 15 ફેબ્રુઆરી સુધી માટે આ તમામ પ્રતિબંધોને લાગુ કર્યા છે. દિલ્લી પોલિસના ચીફ રાકેશ અસ્થાનાએ આ બાબતે એક આદેશ પણ જાહેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે ગણતંત્ર દિવસના કાર્યક્રમને જોતા પેરા ગ્લાઈડર, યુએવી, યુએએસ, માઈક્રોલોઈટ, હેંગ ગ્લાઈડ, ડ્રોન વગેરે પર સંપૂર્ણપણે 15 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ રહેશે. વાસ્તવમાં ખુફિયા વિભાગના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આતંકી ડ્રોન દ્વારા હુમલાને અંજામ આપી શકે છે. એવામાં આ જોખમને જોતા આ તમામ વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ આદેશ 20 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી 27 દિવસ માટે લાગુ રહેશે.

વળી, દિલ્લી પોલિસે લાલ કિલ્લાને 5 દિવસ માટે સામાન્ય લોકો માટે બંધ કરી દીધો છે. દિલ્લી પોલિસે એક નિવેદન જાહેર કરીને આની માહિતી આપી છે. પોલિસે કહ્યુ કે સુરક્ષાને જોતા લાલ કિલ્લાને 22 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી માટે પર્યટકો અને સામાન્ય લોકો માટે બંધ કરવામાં આવી રહ્યો છે. દિલ્લી પોલિસ તરફથી રાજપથની સુરક્ષાને પણ કડક કરી દેવામાં આવી છે. 300થી વધુ સીસીટીવી અને ફેસ રેકગ્નિશન મશીન લગાવવામાં આવ્યા છે જેનાથી દરેક પ્રકારની શંકાસ્પદ ગતિવિધિ પર નજર રાખી શકાય. 50 હજાર ગુનેગારોના ડેટાને ફેસ રેકગ્નિશનમાં સેવા કરવામાં આવ્યા છે.

English summary
Delhi police increases security ahead of Republic Day these things will be restricted.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X