For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વકીલોની મારપીટ વિરુદ્ધ પોલીસ હેડક્વાર્ટર પર પોલીસકર્મીઓનું વિરોધ પ્રદર્શન

વકીલોની મારપીટ વિરુદ્ધ પોલીસ હેડક્વાર્ટર પર પોલીસકર્મીઓનું વિરોધ પ્રદર્શન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિલ્હીના તીસ હજારી કોર્ટ પરિસરમાં 2 નવેમ્બરે પોલીસ અને વકીલો વચ્ચે થયેલ ટકરાવને લઈ પોલીસકર્મીઓએ મંગળવારે પોલીસ મુખ્યાલય બહાર એકજુટ થઈ વિરોધ પ્રદર્શન કર્યો. પોલીસના જવાનોએ હાથોમાં કાળો પટ્ટો બાંધી મખ્યાલયની બહાર વકીલોની કથિત મારપીટનો વિરોધ કરતા આ મામલે ન્યાય અને સુરક્ષાની માંગણી કરી છે. વિરોધ પ્રદર્શનમાં પોલીસ કોન્સ્ટેબલથી લઈ ઈન્સપેક્ટર સુધીના કર્મચારીઓ સામેલ થયા અને વિવાદના સમયે બેકઅપ ન મોકલવાને લઈ પોતાની નારાજગી વ્યક્ત કરી. પોલીસકર્મીઓએ ઑફિસર પર તેમનો સાથ ન આપવાનો આરોપ પણ લગાવ્યો છે. જ્યારે આ મામલાને લઈ ગૃહમંત્રાલયે દિલ્હી પોલીસ પાસેથી માહિતી માંગી છે.

delhi police

વિરોધ પ્રદર્શન કરી રહેલ પોલીસકર્મીઓ વચ્ચે પહોંચેલ ઈસ્ટ દિલ્હીના ડીસીપીએ આશ્વાસન આપ્યું કે તેઓ મામલાને ઉપર સુધી લઈ જશે. ડીસીપીએ વિરોધ-પ્રદર્શન કરનાર પોલીસકર્ીઓને અપીલ કરી કે, તેમની વાત સાંભળવામાં આવશે પરંતુ તેઓ તત્કાળ પોતાના કામ પર પરત ફરે. આ વિરોધ પ્રદર્શનમાં કેટલાક સામાન્ય નાગરિકો પણ સામેલ થયા. આ લોકોનું કહેવું હતું કે પોલીસના જવાન અમારી સુરક્ષા માટે છે અને જો પોલીસકર્મીઓ પર હુમલા કરવાાં આવશે તો અમે સહન નહિ કરીએ. હાલ પોલીસકર્મીઓ પોલીસ હેડક્વાર્ટરની બહાર આંદોલન કરી રહ્યા છે.

જણાવી દઈએ કે ગત 2 નવેમ્બરે તીસ હજારી કોર્ટ પરિસરમાં પાર્કિંગને લઈ દિલ્હી પોલીસ અને વકીલો વચ્ચે વિવાદ થયો હતો. આ વિવાદમાં કેટલાય વકીલો અને પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. વિવાદ બાદ દિલ્હીની તમામ અદાલતોાં 4 નવેમ્બરે વકીલોએ હડતાળ પર રહેવાનું એલાન કરી દીધું હતું. મામલાને લઈ દિલ્હી હાઈકોર્ટે પોલીસના બે અધિકારીઓને તત્કાળ ટ્રાન્સફર કરવાનો ઓર્ડર આપ્યો હતો. જે બાદ સોશિયલ મીડિયા પર કેટલાય વીડિયો સામે આવ્યા હતા જેમાં કેટલાક વકીલોએ પોલીસકર્મીઓ સાથે મારપીટ કરી હોય.

દિલ્લીમાં દેખાઈ ઑડ-ઈવનની અસર, પ્રદૂષણ ઘટ્યુ, પહેલા દિવસે 265ને થયો દંડદિલ્લીમાં દેખાઈ ઑડ-ઈવનની અસર, પ્રદૂષણ ઘટ્યુ, પહેલા દિવસે 265ને થયો દંડ

English summary
Delhi police protest outside police headquarter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X