બમ્પરના તૂટેલા ટુકડા પરથી પકડાયો નશાખોર રેડિયો જૉકી
હિટ એન્ડ રન કેસના એક કિસ્સામાં દિલ્હી પોલીસે રેડિયો સિટીના આરજે અંકિત ગુલાટીની ધરપકડ કરી છે.
હિટ એન્ડ રન કેસના એક કિસ્સામાં દિલ્હી પોલીસે રેડિયો સિટીના આરજે અંકિત ગુલાટીની ધરપકડ કરી છે. અંકિત પર આરોપ છે કે તેણે લોક જનશક્તિ પાર્ટના નેતા ધીરજ કુમારને પોતાની કારથી ટક્કર મારી હતી, જે બાદ તેનું મોત નીપજ્યું હતું. આ કેસમાં ધીરજના ઘરવાળાએ હત્યાનો આરોપ લગાવ્યો હતો. તો પોલીસ માટે હિટ એન્ડ રન કેસ સોલ્વ કરવો સહેલો નહોતો. આ કેસમાં આરોપી અંકિતે બચવાની તમામ કોશિશ કરી હતી. તે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, પરંતુ આ કેસની તપાસ કરી રહેલી પોલીસ ટીમને એવો પુરાવો મળ્યો કે આખરે આરોપી ઝડપાઈ જ ગયો.

બમ્પરના ટુકડાએ ખોલ્યું રહસ્ય
આ અકસ્માત સમયે અંકિતની ગાડીના બમ્પર લાગેલા એક નાનકડા ટુકડાએ તેને જેલના સળિયા પાછળ પહોંચાડી દીધો. બમ્પરનો આ ટુકડો પોલીસે ઘટનાસ્થળેથી મેળવ્યો હતો. તેના પર બારકોડ લાગેલો હતો. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને આખરે તે અંકિત સુધી પહોંચવામાં સફળ રહી. પોલીસે લગભગ 2,500 હુંડાઈ ક્રેટા કારને શોર્ટ લિસ્ટ કરી, આવી જ એક કારથી અકસ્માત સર્જાયો હતો. આ ઉપરાંત પોલીસે શંકાસ્પદને શોધી કાઢવા માટે 100 CCTV ફૂટેજ તપાસ્યા હતા.

પોલીસે 100 CCTV ફૂટેજ ચેક કર્યા
ડીસીપી મધુકર વર્માએ કહ્યું કે 34 વર્ષના શંકાસ્પદ અંકિત ગુલાડી નશામાં ધૂત હતો અને કાર ચલાવતા સમયે તે મોબાઈલ પર વીડિયો જોઈ રહ્યો હતો. ત્યારે જ તેની ફૂલ સ્પીડે ચાલતી SUV કારે લોકજનશક્તિ પાર્ટીના નેતા ધીરજને ટક્કર મારી હતી. હકીકતમાં પોલીસને CCTV ફૂટેજમાં હ્યુન્ડાઈની ક્રેટ કાર દેખાઈ હતી. પરંતુ તેનો નંબર ઓળખી નહોતો શકાયો. અહીં પોલીસને બમ્પરનો એક ટુકડો મળી આવ્યો, જેના પર બારકોડ હતો.

નશામાં હતો અંકિત ગુલાટી
પોલીસે આ માટે હ્યુંડાઈના અધિકારીઓ સાથે મુલાકાત કરી અને તેમની મદદ લીધી. બાદમાં 2500 ક્રેટામાંથી બારકોડ દ્વારા પોલીસે 313 કારને શોર્ટલિસ્ટ કરી, જેમાંથી 72 દિલ્હી - NCRમાં રજિસ્ટર હતી. કંપનીની મદદથી એ સ્પષ્ટ થયું કે અકસ્માત સર્જનાર કાર 2018ના મોડલની છે. તપાસ આગળ વધી ત્યારે પોલીસને DL-*6 એટલે કે જેની નંબર પ્લેટનો છેલ્લો આંકડો 6 હોય તેવા નંબરની ચાર ક્રેટા ગાડી વિશે માહિતી મળી. બાદમાં પોલીસે ચારેય ગાડીના માલિકની પૂછપરછ કરી.

2500 ગાડીઓમાંથી પોલીસે શોધી આરોપીની કાર
એડિશનલ ડીસીપી શોભિત સક્સેનાએ કહ્યું, પોલીસની ટીમ ચારેયના ઘરે પહોંચી અને કાર વિશે તપાસ કરી. તેમાંથી ત્રણ કાર ઘરે જ પાર્ક હતી, જ્યારે એકની કાર ઘરે નહોતી. ડીસીપી વર્માએ કહ્યું કે જે કારની તેઓ તપાસ કરી રહ્યા હતા, તે અકસ્માતના એક દિવસ બાદ જ સર્વિસ સેન્ટર મોકલાઈ હતી. આ ગાડી અંકિત ગુલાટીના પિતાના નામે રજિસ્ટર હતી. અંકિતે સર્વિસ સેન્ટર પર કારને નવો લૂક આપવાનું કહ્યું હતું, જેથી દુર્ઘટના દરમિયાન કાર પર લાગેલા નિશાન જતા રહે. પોલીસે ગુલાટીની પૂછપરછ કરવા માટે અટકાયત કરી અને કડકાઈથી પૂછપરછ દરમિયાન અંકિતે પોલીસ સામે ગુનો કબૂલ કરી લીધો.












Click it and Unblock the Notifications
